Search
Close this search box.

મોતની છલાંગ લગાવી સુલ્તાનભાઈ લોકોના બચાવે છે જીવ, જૂઓ Video – News18 ગુજરાતી

Nilesh rana, Banaskantha: દુનિયા મદદ અને આશા ઉપર કાયમ છે.ત્યારે આજના યુગમાં અનેક એવા લોકો છે જેઓ પોતાની જીવવાની આશા કોઈક કારણોસર ખોઈ દે છે અને છેલ્લું પગલું આત્મહત્યા એજ કલ્યાણ માની બેસે છે.ત્યારે આવા હતાસ લોકો માટે એક એવા વ્યક્તિ જેઓ દેવદૂત બની આવે છે અને તેઓને નવુ જીવન જીવવા માટે મોતના મુખમાંથી ખેચી લાવે છે.આ વાત છે બનાસકાંઠાના થરાદમાં રહેતા 56 વર્ષીય સુલ્તાનભાઈ દાઉદભાઈ મીરની. જેઓએ અત્યાર સુધી કેનાલમાં આત્મહત્યા કરવા જતા અનેક લોકોના જીવ પોતાના જીવની પરવા કર્યા વગર બચાવ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં સરહદી પંથક ગણાતા થરાદ ખાતે રહેતા 56 વર્ષીય સુલ્તાનભાઈ દાઉદભાઈ મીર એક સામાન્ય પરિવારમાંથી આવે છે અને હાલ થરાદ નગરપાલિકામાં બોર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે.

જ્યારે પણ કોઈ આકાસ્મિક ઘટના તેઓના વિસ્તારમાં કે પછી એ પંથકમાં ઘટે છે ત્યારે સૌથી પહેલું નામં બચાવ કાર્ય માટે સુલ્તાનભાઈ મીરનું પોકારવામાં આવે છે અને તેઓ વગર કોઈ પરિસ્થિતિની ચિંતા કર્યા વીના પહોંચી જઈ બચાવ કાર્ય શરૂ કરી દે છે. માત્ર માનવના જ નહી પણ પશુંઓ અને પ્રાણીઓના પણ જીવ બચાવે છે.

12 વર્ષની ઉંમરે ચાર છોકરાને બચાવ્યાં હતાં

સુલ્તાનભાઈ મીરે જણાવ્યું હતું કે, જ્યારે તેઓ 12 વર્ષના હતા. તે સમય ટોડા ગામના તળાવમાં ચાર છોકરાઓ ન્હાતા ન્હાતા ડૂબવા લાગ્યા હતા.અને લોકો તેને બચાવવામાં તરવૈયાઓને શોધવા લાગ્યા હતાં.

ત્યારે છોકરાઓને ડૂબતા બચાવ્યા હતા. આજ રીતે અનેક લોકો ડૂબીને મૃત્યુ પામતા હશે, તે દિવસથી આજ દિન સુધી તેઓની આ સેવા ચાલું રાખી છે. તેમજ કોઇ મૃત્યુ પામ્યુ હોય તેને પણ બહાર કાઢ છે.

આટલા લોકો અને પશુઓને બચાવ્યા અને આટલા મૃતદેહ કાઢ્યા

સુલતાનભાઇ મીર તળાવ અને કુવામાંથી 6 થી 7 લોકોના જીવ બચાવ્યા હતા.કેનાલમાં અવારનવાર લોકો પોતાનો જીવ આપી રહ્યા છે.જેના પગલે આજ સુધી સુલતાનભાઈ મીરે 200 લોકોના જીવ બચાવ્યા છે.તેમજ 400થી વધુ પશુઓના પણ જીવ બચાવ્યા છે.તેમજ અંદાજીત 4 હજારથી વધુ મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢ્યા છે.

એકપણ રૂપિયો ચાર્જ લેતા નથી

સુલતાનભાઇ મીર સેવાકાર્યનું કોઈ પણ પરિવાર પાસેથી એક રૂપિયો પણ ચાર્જ લેતા નથી.પરંતું જો કોઈ પરિવાર તેઓને સહાય પેટે પૈસા આપે તો લોકોનો જીવ બચાવવા માટેની સામગ્રી વસાવી લે છે. જેથી કરી તેઓ ગમે તેવી પરિસ્થિતિમાં લોકોનો જીવ બચાવી શકે.

મહિનાનો 12 હજાર પગાર છે

સુલતાનમીર થરાદ નગરપાલિકામાં હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવે છે. પાલીકા દ્વારા બોર ઓપરેટરના ભથ્થા સ્વરૂપે માત્ર રૂ.12 હજાર પગાર ચૂકવવામાં આવે છે. છતા કોઈ પણ સહાયની આશા રાખ્યા વગર સેવા કરી રહ્યા છે. આ સેવા કરવા માટે તેઓને કોઈ પણ પ્રકારની સહાય મળી નથી. પરંતું સ્થાનિક તંત્ર અને તત્કાલીન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સન્માનપત્ર આપી સુલતાનભાઈ મીરને સન્માનિત કર્યા હતા.

સરકાર આર્થીક મદદ કરે તેવી આશા

સુલ્તાનભાઈ મીરે જણાવ્યું હતું કે, આજના સમયમાં મોંઘવારી ખુબજ વધી ગઈ છે.જેના કારણે આજના સમયમાં તેઓને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર આર્થીક મદદ કરે તેવી આશા વ્યક્ત કરી હતી.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Pratham Report
Author: Pratham Report

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર