Search
Close this search box.

Mahashivratri 2023: મહાદેવિયા ગામનાં આ શિવને મીઠું, ગોળ અને રીંગણા ચડે છે, આવી રીતે પડ્યુ ગામનું નામ

Nilesh Rana, Banaskantha: દરેક ગામનો કોઈને કોઈ ઇતિહાસ હોય છે અને તેના ઈતિહાસના આધારે જ તે ગામનું નામ પડેલું હોય છે.ત્યારે બનાસકાંઠામાં ડીસા નજીક એક એવું ગામ આવેલું છે. આ ગામનું નામ મહાદેવ પરથી પડ્યું છે.આ મહાદેવના મંદિર સાથે અનેક ઐતિહાસ જોડાયેલો છે.આ મંદિર 400 વર્ષ પૌરાણિક મંદિર હોવાનું માનવામાં આવે છે. શ્રાવણ માસ તેમજ મહા શિવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે.લોકો દૂર દૂરથી આ મંદિરે દર્શનાર્થે આવે છે.

આ રીતે ગામનું નામ પડ્યું

બનાસકાંઠા જિલ્લામાથી વહેતી બનાસનદીના રમણીય તટ પર વસેલું મહાદેવિયા ગામ. આમ તો આ ગામનો ઇતિહાસ ત્રણસોથી ચારસો વર્ષ જૂનો જ છે.પરંતુ આ ગામનું નામ અહી આવેલા પ્રાચીન મહાદેવ મંદિરના કારણે પડ્યું છે.વર્ષો પહેલા જ્યારે લોકો અહી વસવા માટે આવ્યા ત્યારે અહિયાં ખંડેર હાલતમાં એક શિવાલય મળી આવ્યું હતું અને લોકોએ મંદિરનું સમારકામ કરાવીને અહી મહાદેવનાં મંદિરનું નિર્માણ કરાવ્યુ અને ત્યારથી આ ગામનું નામ મહાદેવિયા પડ્યું.

400 વર્ષ જૂનો ઇતિહાસ, સંતો અહીં ગ્રંથ લખતા

ડીસા તાલુકાનાં મહાદેવિયા ગામમાં આવેલા મહાદેવનું નામ સોનેશ્વર મહાદેવ છે. સોનેશ્વર મહાદેવના ઇતિહાસ પર નજર કરીએ તો, અહીથી મળી આવેલા અવશેષો પરથી આ મંદિર લગભગ 400 વર્ષ જૂનું મંદિર છે. કહેવાય છે કે, સદીયો પહેલા અહી સાધુ સંતો આપણાં ધાર્મિક ગ્રંથોનું વાંચન કરતાં હતા અને ગ્રંથોના અધ્યાય પૂરા થતાં એટ્લે સંતો ગ્રંથમાં પીપળનું પાન મુક્તા હતા.તેવામાં એક દિવસ આ પાન સોનાનું થઈ જતાં આ મહાદેવનું નામ સોનેશ્વર મહાદેવ વિખ્યાત થયું હતું.

શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં લોકો આવે છે

બનાસનદીને રમણીય તટ પર આવેલા સોનેશ્વર મહાદેવના ઇતિહાસ અંગે મહાદેવિયા ગામના આગેવાને જણાવ્યું હતું કે, બનાસનદીને તટ પર વસેલા આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ પૌરાણિક છે અને શિવરાત્રી અને શ્રાવણ માસ દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિક, ભક્તો શિવજીને રિજવવા માટે શિવાલયની પુજા, અર્ચના કરવા માટે આવતા હોય છે.

મહાદેવને મીઠું, ગોળ, રીંગણ ચઢાવવામાં આવે

ડીસા નજીક આવેલા મહાદેવિયા ગામના સોનેશ્વર મહાદેવ ખાતે પુજા કરતાં પૂજારીએ આ પૌરાણિક મદિરના ઇતિહાસ પર અને લોકોની માનતા પર જણાવ્યુ હતું કે, આ પૌરાણિક અને ચમત્કારિક મંદિરમાં ભક્તો શિવજીના દર્શન કરવા આવે છે અને લોકો માનતા રાખે છે. તેમની માનતા પુણ થાય છે. અહીં મીઠું, ગોળ રીંગણ ચઢાવવામાં આવે છે.શિવરાત્રી અને શ્રાવણ માસમાં આ મંદિરે વિશેષ મહત્વ હોય છે.તેમજ શિવરાત્રીના દિવસે મોટો લોક મેળો ભરાય છે. લોકો દૂર દૂરથી આ સોનેશ્વર મહાદેવના મંદિરના રમણીય વાતાવરણમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ દર્શન કરવા આવતા હોય છે અને અહી દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. કોઈ ગામનું નામ શિવજી પરથી પાડવામાં આવ્યું હોય તેવું આ બનાસકાંઠા જિલ્લામાં એકમાત્ર ગામ છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Pratham Report
Author: Pratham Report

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર