Krushna Salpure, Navsari: શહેરમાં યંગસ્ટર ઓફ નવસારી જૈન સંસ્થા છેલ્લા 37 વર્ષથી સેવામાં કાર્યરત છે. આ સંસ્થા શહેરમાં ફરતી ગાયને રોટલી ખવડાવી જીવ દયાનું કાર્ય કરે છે. આ સંસ્થાનાં યુવાનો 365 દિવસ રોટલી બનાવી ગાયને ખવડાવે છે. રોજ 12 કિલો રોટલી ખવડાવે છે.
કેટલા પ્રમાણમાં રોટલી બનાવે છે**?**
નવસારીમાં છેલ્લા 37 વર્ષથી અને વર્ષના 365 દિવસ યંગસ્ટર ઓફ નવસારીના યુવાનો રોજ 12 kg જેટલી રોટલી શહેરમાં ફરતી ગાયને ખવડાવે છે. આ સસ્તામાં 125 જેટલા યુવાનો સેવા કાર્ય કરે છે. શહેરમાં ફરતી ગાય ભૂખી ન રહે જેને લઇને આ યુવાનો દ્વારા ભગીરથ કાર્ય કરવામાં આવે છે. નવસારી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં રહેતી મહિલાઓ રોટલી તૈયાર કરે છે અને ત્યારબાદ યુવાનો રોટલી લઈને શહેરમાં આવેલા અલગ અલગ સર્કલ ઉપર ફરતી ગાયને રોટલી ખવડાવે છે.
આ સંસ્થા દ્વારા બીજા કયાં કયાં સેવા કાર્યો કરવામાં આવે છે
યંગસ્ટર ઓફ નવસારીનું આ જૈન ગૃપ દ્વારા રક્તદાન કેમ્પ, પક્ષીઓને ચણ, ગાયને રોટલી અને ઉનાળામાં પાણીની પરબ, સિવિલ હોસ્પિટલમાં ભોજન આપવું, કપડાનું વિતરણ કરવું આવી અનેક પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ સંસ્થામાં યુવાનો વડીલો અને મહિલાઓ ખૂબ જ ઉત્સાહભેર તન મન અને ધનથી સેવા કરે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર