સુપ્રીમ કોર્ટે એસસી-એસટી અનામત અંગે આપેલા સબ-કૅટેગરી અંગેના ચુકાદાના વિરોધમાં ‘રિઝર્વેશન બચાવો સંઘર્ષ સમિતિ’એ આ બંધનું એલાન અપાયું છે.
કોર્ટનું માનવું હતું કે અનુસૂચિત જાતિ અને જનજાતિ એકસમાન નથી. કેટલીક જાતિઓ અન્યોથી વધારે પછાત છે.
ગુજરાતનાં છોટા ઉદેપુરના નસવાડી , સુરેન્દ્રનગર , ડાંગ , અમદાવાદ ગ્રામ્ય , ડીસા , સુરતના ઉમરપાડા , દાંતા તાલુકામાં પણ ભારત બંધની જોવા મળી અસર .
સુરેન્દ્રનગરમાં ગણપતિ ફાસ્ટર વિસ્તારની મહિલાઓએ ટ્રેન રોકી હતી .
દેડિયાપાડા-સાગબારા , ઇકબાલગઢ બજાર , અરવલ્લીમાં ભિલોડા બજાર સંપૂર્ણ બંધ .
ભારત બંધના સમર્થકો બિહારના દાનાપુરમાં DRM (ડિવિઝનલ રેલ્વે મેનેજર)ની ઓફિસ પાસે રોડ બ્લોક કરેલ છે.
રાજસ્થાનમાં વિવિધ સામાજિક અને રાજકીય સંગઠનો દ્વારા બંધને સમર્થન મળી રહ્યું છે.
ભારત બંધને કારણે જોધપુરમાં ,જયપુરમાં દુકાનો બંધ છે
ઘણા રાજ્યોની પોલીસ, ખાસ કરીને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હાઇ એલર્ટ પર છે.
બિહારના જહાનાબાદમાં બંધના સમર્થકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ .
બિહારના શેખપુરામાં ‘ભારત બંધ’ દરમિયાન ભીમ સેનાના સભ્યોએ રસ્તો રોક્યો.