વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોના સફળ સંચાલન પછી, ભારતીય રેલ્વે ગુજરાતમાં વંદે ભારત મેટ્રો શરૂ કરવા માટે તૈયાર .દેશની પ્રથમ વંદે ભારત મેટ્રો વડોદરા અને અમદાવાદ વચ્ચે દોડાવાશે.
આગામી દિવસોમાં દેશની પ્રથમ વંદે ભારત મેટ્રો ટૂંક સમયમાં ટ્રાયલ રન માટે જવાની છે. વંદે ભારત મેટ્રો વડોદરા અને અમદાવાદ વચ્ચે દોડાવવામાં આવશે.
પશ્ચિમ રેલવેના મુખ્ય પ્રવક્તા જે.કે.જયંતના જણાવ્યા પ્રમાણે , મેટ્રોની ટ્રાયલ રન આગામી થોડા દિવસોમાં શરૂ થશે. પશ્ચિમ રેલ્વે વડોદરા અને અમદાવાદ વચ્ચે પ્રથમ વંદે ભારત મેટ્રોનું સંચાલન કરવાની યોજના , કારણ કે અમદાવાદથી મુંબઈ સુધીનો રેલ્વે માર્ગ તાજેતરમાં નોંધપાત્ર રીતે અપગ્રેડ કરવામાં આવેલ .
જયંતે જણાવ્યું કે રૂટ અંગેનો અંતિમ નિર્ણય આગામી દિવસોમાં લેવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વંદે ભારત મેટ્રોના સંચાલનથી દૈનિક મુસાફરોનો સમય બચશે.
આ મેટ્રો ટ્રેનો ખાસ કરીને નિયમિત મુસાફરી કરતા મુસાફરોની જરૂરિયાતોને પૂરી કરવા માટે બનાવવામાં આવી છે.
અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનથી તાજેતરમાં 20 કોચની વંદે ભારત ટ્રેનની ટ્રાયલ રન કરવામાં આવી હતી. આ ટ્રેનને 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવવા માટે બનાવવામાં આવી હતી. ટ્રાયલની દેખરેખ માટે પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ અને એન્જિનિયરો હાજર રહ્યા હતા.
હાલમાં, આ રૂટ પર 16 કોચની બે વંદે ભારત ટ્રેનો સેવા આપે છે. આ ટ્રેનોની વધુ માંગ જોતાં, આ રૂટ પર દેશની પ્રથમ 20 કોચવાળી વંદે ભારત ટ્રેન શરૂ કરવાનો નિર્ણય .
ગુજરાતમાં 214 કિમી લાંબો હાઇ સ્પીડ કોરિડોર બનાવવામાં આવનાર છે અને તે રાજ્યના બે મોટા શહેરોને જોડશે. થરાદ અને અમદાવાદ વચ્ચે સિક્સ લેન ધરાવતો કોરિડોર બાંધવામાં આવશે અને તે માત્ર આ શહેરોના રહેવાસીઓને જ નહીં પરંતુ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં રહેતા લોકોને પણ સીમલેસ રોડ કનેક્ટિવિટી પ્રદાન કરશે. થરાદ-અમદાવાદ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટ તરફથી લીલી ઝંડી મળી છે. જેના પગલે, કેન્દ્રએ 10,500 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પ્રોજેક્ટને મંજૂરી આપવાની ખાતરી આપતાં એક અખબારી યાદી દ્વારા સત્તાવાર જાહેરાત કરી હતી.