વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે યુક્રેન પહોંચશે. યજમાન દેશ દ્વારા આ દિવસને ‘રાષ્ટ્રીય ધ્વજ દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે કિવમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે મુલાકાત કરવાના છે, જે ભારતીય વડાપ્રધાનની યુક્રેનની પ્રથમ મુલાકાત છે. ઐતિહાસિક બેઠકમાં યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવી અપેક્ષા છે, જે રશિયાના આક્રમણના અઢી વર્ષથી વધુ સમયથી ચાલી રહી છે.
રેલ ફૉર્સ વન નામની વિશેષ ટ્રેનમાં મોદી આ મુસાફરી ખેડશે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું તે પછી મોદીની આ પહેલી યુક્રેન યાત્રા.
દોઢેક મહિના પહેલાં તેમણે રશિયાની મુલાકાત લીધી હતી. યુક્રેન પહોંચતા પહેલાં વડા પ્રધાન મોદી પૉલૅન્ડ ગયા હતા. જ્યાં મોદીએ કહ્યું હતું કે ભારત યુદ્ધ નહીં, પરંતુ બુદ્ધમાં માનનારો દેશ. ભારત આ વિસ્તારમાં શાંતિ ઇચ્છે છે.
રશિયાની યાત્રા દરમિયાન પણ મોદીએ યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલની હિમાયત કરી હતી તથા આને માટે શક્ય તમામ સહાયતા કરવાની તૈયારી દાખવી હતી.
1991માં દેશ આઝાદ થયા બાદ ભારતીય વડાપ્રધાનની યુક્રેનની આ પ્રથમ મુલાકાત .