PM મોદીએ લખપતિ દીદી કોન્ફરન્સમાં લાભાર્થીઓ સાથે વાત કરી; PM મોદીએ 11 લાખ લખપતિ દીદીઓને પ્રમાણપત્રોનું વિતરણ કર્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના જલગાંવમાં લખપતિ દીદી સંમેલનમાં હાજરી આપી હતી. આ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ હાજરી આપી હતી. કોન્ફરન્સમાં પહોંચતા જ મહિલાઓએ આરતી કરીને વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘લખપતિ દીદી’ સંમેલન દરમિયાન 11 લાખ લખપતિ દીદીઓને પ્રમાણપત્રોનું વિતરણ કર્યું જેમણે તેમના ત્રીજા કાર્યકાળ દરમિયાન લખપતિ દીદી બનવાનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. પીએમ મોદી 2,500 કરોડ રૂપિયાના ફંડની પણ જાહેરાત કરશે કોન્ફરન્સ દરમિયાન, પીએમ મોદી 2,500 કરોડ રૂપિયાના ફંડની પણ જાહેરાત કરશે, જેનો લાભ લગભગ 48 લાખ સભ્યો સાથે 4.3 લાખ સ્વ-સહાય જૂથોને મળશે. સરકારનું કહેવું છે કે ‘લખપતિ દીદી’ યોજના શરૂ થઈ ત્યારથી એક કરોડ મહિલાઓ આ કેટેગરીમાં જોડાઈ છે. સરકારનો ટાર્ગેટ ત્રણ કરોડ લાખપતિ દીદી બનાવવાનો છે. આ યોજના સ્વ-સહાય જૂથના સભ્યોને વાર્ષિક રૂ. 1 લાખ કમાવવાનું લક્ષ્ય આપે છે. વડાપ્રધાન રૂ. 5,000 કરોડની બેંક લોનનું પણ વિતરણ કરશે. તેનાથી દેશના 2.35 લાખ સ્વ-સહાય જૂથોના 25 લાખથી વધુ સભ્યોને ફાયદો થશે.
લખપતિ દીદી યોજના વિષે :
લખપતિ દીદી યોજના એ મહિલાઓ માટે કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ છે. યોજના હેઠળ મહિલાઓને કૌશલ્યની તાલીમ આપીને પૈસા કમાવવા માટે સક્ષમ બનાવવામાં આવે છે. આ યોજના મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવે છે અને તેમને સ્વ-રોજગાર તરફ આગળ વધવા પ્રેરિત કરે છે. લખપતિ દીદી યોજના હેઠળ મહિલાઓને 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ લોન પર મહિલાઓને કોઈ વ્યાજ ચૂકવવું પડતું નથી. એટલે કે મહિલાઓ પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે આ સ્કીમ હેઠળ વ્યાજમુક્ત લોન લઈ શકે છે. લખપતિ દીદી યોજના માટે અરજી કરવા માટે, તમારી પાસે કેટલાક દસ્તાવેજો હોવા આવશ્યક છે. જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, આવકનો દાખલો, બેંક પાસબુક, પાસપોર્ટ સાઈઝ ફોટો, મોબાઈલ નંબર વગેરે જેવા દસ્તાવેજોની જરૂર પડશે.