Search
Close this search box.

ભાવનગર જિલ્લાની અલંગ શીપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (ઈન્ડિયા) દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અભિવાદન અને સન્માન સમારોહ

ભાવનગર જિલ્લાની આર્થિક કરોડરજ્જુ ગણાતા અલંગ શીપ રિસાયકલિંગ ઉદ્યોગના સર્વગ્રાહી વિકાસ તેમજ સમસ્યાઓના નિવારણ માટે લેવામાં આવેલ વિવિધ પગલાં માટે શીપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (ઈન્ડિયા) દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અભિવાદન અને સન્માન સમારોહ યોજાયો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, પોર્ટ-લેડ ડેવલપમેન્ટ અને શીપ રિસાયકલિંગ ઉદ્યોગોના વિકાસ થકી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @ 2047’ના સંકલ્પમાં યોગદાન આપવા ગુજરાત પ્રતિબદ્ધ છે. તેમણે આવનારા સમયમાં અલંગ ખાતે ગ્રીન શિપ રિસાયકલિંગને પ્રોત્સાહન આપીને કાર્બન ફૂટપ્રિન્ટમાં લગભગ 90% જેટલો ઘટાડો કરવાની સાથોસાથ અલંગ શીપ બ્રેકીંગ યાર્ડના વિશ્વસ્તરીય સુવિધાઓ સાથેના આયોજનબદ્ધ વિકાસ માટે રાજ્ય સરકારનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર