Search
Close this search box.

ગુજરાત ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો , સ્ટેટ હાઈવે , રેલવે તથા એસટી બસ સેવા પર અસર

ગુજરાત ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો , સ્ટેટ હાઈવે , રેલવે તથા એસટી બસ સેવા પર અસર

24 કલાકમાં સૌથી વધારે વરસાદ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રમાં પડ્યો છે. જેના કારણે હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે.

આજે વડોદરા, આણંદ, મુંબઈ અને ભુજ તરફ જતી 22 જેટલી ટ્રેનોને રદ કરવામાં આવી છે

રાજ્યમાં એસટી બસના 64 રૂટ રદ કરવામાં આવ્યા છે. જ્યારે 583 ટ્રિપ રદ કરવામાં આવી છે. જેમાં સૌથી વધારે પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ ,ખેડા, સુરત અને વલસાડની એસટીની ટ્રિપ અને રૂટ રદ થયા છે. રાજકોટ એસટી ડિવિઝન હેઠળ રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં આંતરિયાળ ગામડાઓમાં જતી એસટી બસ કેન્સલ કરવામાં આવી છે.

સ્ટેટ હાઈવે : ગુજરાતમાં ભારે વરસાદના પગલે 22 સ્ટેટ હાઈવે ઉપર પાણી ફરી વળ્યા છે. જેના પગલે આ હાઈવે બંધ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ચાર દિવસથી સતત ધોધમાર વરસાદના પગલે રાજ્યમાં કુલ 636 જેટલા હાઈવે-રસ્તા બંધ કરવામાં આવ્યા છે જેમાં ગુજરાતમાં એક નેશનલ હાઈવે, 34 સ્ટેટ હાઈવે, 44 અન્ય, 557 પંચાયત સહિત કુલ 636 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

રેલવે સેવા : વડોદરા ડિવિઝનના બાજવા રેલવે સ્ટેશન અને આસપાસમાં રેલવે ટ્રેક પર પાણી ભરાયા છે. જેના કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતા 30 જેટલી ટ્રેનને રદ કરવામાં આવી છે. જ્યારે 36 જેટલી ટ્રેન વડોદરા બાદ આણંદ અને ગોધરા થઈ અમદાવાદ તરફ આવી રહી છે. 13 જેટલી ટ્રેનોને અલગ અલગ સ્ટેશનો સુધી ચલાવવામાં આવી છે. ભારે વરસાદના કારણે અમદાવાદ, આણંદ, વડોદરા અને મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતા અનેક ટ્રેનો મોડી પણ ચાલી રહી છે.

એસટી બસ સેવા : રાજ્યમાં ભારે વરસાદના કારણે એસટી બસ સેવાને પર અસર પહોચી છે. રાજ્યના સ્ટેટ હાઇવે ઠેર ઠેર પાણી ભરાવાના કારણે 14512 રૂટ પૈકી 64 રૂટ તેમજ 40515 ટ્રિપ પૈકી 583 રૂટ બંધ કરવામાં આવ્યા છે. જેમાં દાહોદના 15 રૂટ અને 242 ટ્રિપ રદ , મહીસાગરમા બસના 10 રૂટ અને 112 ટ્રિપ રદ, પંચમહાલમાં બસના 5 રૂટ, 63 ટ્રિપ રદ, આણંદમા બસના 6 રૂટ, 12 ટ્રિપ રદ્દ, ખેડામા બસના 7 રૂટ, 18 ટ્રિપ રદ, સુરતમા બસના 5 રૂટ, 14 ટ્રિપ રદ, નવસારીમા બસના 3 રૂટ, 43 ટ્રિપ રદ, વલસાડમાં બસના 8 રૂટ, 27 ટ્રિપ રદ કરવામાં આવી છે.

ટ્રેનો સંપૂર્ણપણે રદ

  • 28 ઓગસ્ટ 2024 ની ટ્રેન નંબર 22949 બાંદ્રા ટર્મિનસ-દિલ્હી સરાય રોહિલા સુપરફાસ્ટ
  • 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12925 મુંબઈ સેન્ટ્રલ-અમૃતસર સુપરફાસ્ટ
  • 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22917 બાંદ્રા ટર્મિનસ – હરિદ્વાર સુપરફાસ્ટ
  • 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12480 બાંદ્રા ટર્મિનસ – જોધપુર સૂર્યનગરી સુપરફાસ્ટ
  • 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 14708 દાદર-લાલગઢ રાણકપુર એક્સપ્રેસ
  • 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19217 બાંદ્રા ટર્મિનસ – વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ
  • 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12490 દાદર – બિકાનેર સુપરફાસ્ટ
  • 28 ઓગસ્ટ 2024 ની ટ્રેન નંબર 12951 મુંબઈ સેન્ટ્રલ – નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ
  • 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22989 બાંદ્રા ટર્મિનસ – મહુવા સુપરફાસ્ટ
  • 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09324 ઈન્દોર – પુણે સ્પેશિયલ
  • 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19575 ઓખા – નાથદ્વારા એક્સપ્રેસ
  • 29 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19576 નાથદ્વારા – ઓખા એક્સપ્રેસ
  • 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 20820 ઓખા-પુરી સુપરફાસ્ટ
  • 29 ઓગસ્ટ 2024 ની ટ્રેન નંબર 09323 પુણે-ઈન્દોર સ્પેશિયલ
  • 29 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22950 દિલ્હી સરાઈ રોહિલ્લા-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ
  • 30 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12926 અમૃતસર-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ
  • 29 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22918 હરિદ્વાર – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ
  • 29 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12952 નવી દિલ્હી – મુંબઈ સેન્ટ્રલ તેજસ રાજધાની
  • 29 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22990 મહુવા – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ
  • 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 11091 ભુજ – પુણે એક્સપ્રેસ
  • 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22973 ગાંધીધામ – પુરી સુપરફાસ્ટ
  • 31મી ઓગસ્ટ 2024ની ટ્રેન નં. 22974પુરી – ગાંધીધામ સુપરફાસ્ટ

27 ઓગસ્ટ 2024ના રોજ ટ્રેન નંબર 12215 દિલ્હી સરાય રોહિલા – બાંદ્રા ટર્મિનસ ગરીબ રથ ગોધરા સ્ટેશન પર ટૂંકી સમાપ્ત થશે. આ ટ્રેન ગોધરા-બાંદ્રા ટર્મિનલ વચ્ચે રદ રહેશે.

28 ઓગસ્ટ 2024 ટ્રેન નંબર 12216 બાંદ્રા ટર્મિનસ – ના દિલ્હી સરાય રોહિલ્લા ગરીબ રથ ગોધરા સ્ટેશન થી ટૂંકી ઉપડશે. આ ટ્રેન બાંદ્રા ટર્મિનલ-ગોધરા વચ્ચે રદ રહેશે.

28.08.2024 ની ટ્રેન નંબર 12432 હઝરત નિઝામુદ્દીન – તિરુવનંતપુરમ રાજધાની એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ નાગદા – ઉજ્જન – સંત હિરદારામ નગર – ખંડવા – મનમાડ – ઇગતપુરી – કલ્યાણ – પનવેલથી દોડશે.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર