સુરેન્દ્રનગર ના વિક્રમસિંહ ચાવડા નું અપહરણ, ક્રિપટો કરન્સી માટે અમદાવાદમાં થયું અપહરણ.
સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના વેળાવદર ગામે રહેતા અને USDT ટ્રાન્જેક્શનનું કામકાજ કરતા યુવક વિક્રમસિંહ માનભા ચાવડાને આરોપી રિકેશ પટેલે ઇથેરિયમ કોઈન USDTમાં ટ્રાન્સફર કરવા માટે અમદાવાદ બોલાવ્યો હતો. રિકેશ પટેલે ટેલિગ્રામ ચેનલ મારફતે વિક્રમસિંહનો સંપર્ક કર્યો હતો.
રિકેશ પટેલ સહિત ૯ વિરોધી ફરિયાદ દાખલ. બોપલ વકીલ બ્રિજ થી ઉઠાવાયો અને નિકોલ માં માર મારી ને છોડી દીધો.
વકીલ સાહેબ બ્રિજ પાસે આરોપીઓએ વિક્રમસિંહનો મોબાઈલ ઝુંટવી તેમાં આઈડી-પાસવર્ડ દ્વારા 20 લાખના ઇથેરિયમ કોઈનને ટ્રાન્સફર કર્યા હતા અને સાથે USDT કોઈન ટ્રાન્સફર કરવાનું કહેતા યુવકે આરોપીઓની વાત માની ન હતી.
આરોપીઓએ આ યુવકનું અપહરણ કર્યું તેમજ કારમાં માર મારી તેમજ તમંચા જેવું હથિયાર બતાવી મારી નાખવાની ધમકી આપી એક લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. ભોગ બનનાર યુવકે તેના કાકાના દીકરા ભાઈ પાસે ફોન કરી મંગાવ્યા હતા.
સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા નિકોલ પાસે યુવકને મૂકીને ભાગી ગયા હતા. પોલીસે યુવકની સાથે સુમિત ગોસ્વામી નામના યુવકને ઝડપી પાડ્યો હતો, સાથે ફરાર 9 લોકો સામે અપહરણ, મારામારી અને આર્મ્સ એક્ટ હેઠળ સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે.