એ.સી.બી. સફળ ટ્રેપ કેસ – બનાવનું સ્થળ :- શિવસાગર નાસ્તા સેન્ટર(દાબેલી લારી) કુકમા ગામે બસ સ્ટેશન પાસે, ભુજ –કચ્છ.
ફરીયાદી :- એક જાગૃત નાગરીક.
આક્ષેપિત :- (૧) વાઘસિંહ તેજસિંહ વાધેલા તલાટી કમ મંત્રી, કુકમા જૂથ ગ્રામ પંચાયત, વર્ગ-૦૩, તા.ભુજ-કચ્છ.
(૨) ઉત્તમ શિવલાલ રાઠોડ, સભ્ય-કુકમા જૂથ ગ્રામ પંચાયત, ગામ-કુકમા તા.ભુજ-કચ્છ.
(૩) શ્રી નિરવભાઇ વિજયભાઇ પરમાર (પ્રજાજન), ધંધો.વેપાર, શિવસાગર નાસ્તા સેન્ટર(દાબેલી લારી) તા.ભુજ કચ્છ.
લાંચની રકમ:- રૂા.૨,૦૦,૦૦૦/- (બે લાખ)
લાંચની સ્વીકારેલ રકમ :- રૂા.૨,૦૦,૦૦૦/-(બે લાખ)
લાંચની રકમની રીકવરી :- રૂા.૨,૦૦,૦૦૦/-(બે લાખ)
ગુ.બ.તા.ટા :- ૨૨/૦૯/૨૦૨૪
બનાવનું સ્થળ :- શિવસાગર નાસ્તા સેન્ટર(દાબેલી લારી) કુકમા ગામે બસ સ્ટેશન પાસે, ભુજ –કચ્છ.
ગુનાની ટુંક વિગત :- આ કામના ફરીયાદીના કુકમા ખાતે આવેલ મકાનની આકારણી દાખલ કરાવા સારૂ ફરિયાદીએ આક્ષેપીત નંબર(૧) તથા (૨) નો સંપર્ક કરેલ ત્યારે આક્ષેપિત નંબર(૧) તથા આક્ષેપિત નંબર(૨)નાઓએ ફીરયાદી પાસે આ કામ કરી આપવાના અવેજ પેટે રૂપીયા ૪,૦૦,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ અને તે પેટે એડવાન્સમાં પચાસ ટકા લેખે રૂા.૨,૦૦,૦૦૦/- આજરોજ આપવાનો વાયદો કરેલ. જે લાંચના નાણા ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ કચ્છ(પશ્વિમ) એ.સી.બી. પોલીસ સ્ટેશન ભુજનો સંપર્ક કરી ફરીયાદ કરતા આજરોજ ફરિયાદીની ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન ફરીયાદી પાસેથી આક્ષેપિત નંબર(૧)અને (૨)ના કહેવાથી લાંચના નાણા આક્ષેપિત નંબર(૩) નાઓ જે નિયમીત રીતે આક્ષેપીત (૧) અને (૨)વતી નાણાં સ્વીકારતા હોય છે તેમણે હેતુલક્ષી વાતચીત કરી સ્વીકારી ગુનામાં એકબીજાની મદદગારી કરી આક્ષેપિત નંબર(૧) તથા આક્ષેપિત નંબર(૩)પકડાઇ જઇ અને આક્ષેપિત નંબર(૨)જે મળી આવેલ નથી જે ગુનો કર્યા બાબત.
ટ્રેપીંગ અધિકારી:- શ્રી એલ.એસ.ચૌધરી,
ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર, કચ્છ(પશ્વિમ) એ.સી.બી.પો.સ્ટે, ભુજ.
સુપર વિઝન અધિકારી:-
શ્રી કે.એચ.ગોહિલ
મદદનિશ નિયામક.એ.સી.બી.
બોર્ડર એકમ, ભુજ-કચ્છ.