રાજકોટ રૂરલ LCB ટીમની કારનો અંકલેશ્વર પાસે અકસ્માત , હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડનું મૃત્યુ , અન્ય 3 પોલીસકર્મી ઘનશ્યામસિંહ , દિવ્યેશભાઈ ,અરવિંદસિંહ ઘાયલ
આરોપીને સુરતથી રાજકોટ લઈ જતી LCB ટીમને નડ્યો અકસ્માત, એક પોલીસકર્મીનું મોત.
માંગરોળના નાના બોરસરા ગામ પાસે રાજકોટ જિલ્લા એલસીબી ટીમને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એલસીબીના હેડ કોન્સ્ટેબલનું મોત થયું છે. જ્યારે અન્ય ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાના બોરસરા ગામ પાસે આરોપીને લઇને રાજકોટ જઈ રહેલી રાજકોટ જિલ્લા એલસીબી ટીમને અકસ્માત નડ્યો હતો. ટ્રકે પાછળથી ટક્કર મારતાં કાર આગળ જઈ રહેલી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. કારમાં સવાર ચાર પોલીસકર્મી અને એક આરોપી દબાઈ ગયા હતા.
અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો
આ અકસ્માતમાં રાજકોટ રૂરલ એલસીબાના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ બનાવની જાણ થતા કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સિવાય રાજકોટ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.
મૃતક પોલીસકર્મીનું નામ
દિગ્વિજયસિંહ નરેન્દ્રસિંહ રાઠોડ
ઈજાગ્રસ્તોનાં નામ
અરવિંદસિંહ દાનુભા જાડેજા
ઘનશ્યામસિંહ માહિપતસિંહ જાડેજા
દિવ્યેશ દેવાયતભાઈ સુવા
વિજય ઉર્ફે વાજો કાનજીભાઈ પરમાર (આરોપી)