Search
Close this search box.

1 ઓક્ટોબરથી બદલાશે,આધાર કાર્ડથી લઈને ઈન્કમટેક્સ સુધીના નિયમો-સંપૂર્ણ વિગતો વાંચો

1 ઓક્ટોબરથી બદલાશે,આધાર કાર્ડથી લઈને ઈન્કમટેક્સ સુધીના નિયમો-સંપૂર્ણ વિગતો વાંચો

1લી ઓક્ટોબર 2024થી નિયમમાં ફેરફારઃ આ વર્ષના બજેટમાં સરકારે આધાર કાર્ડ, STT, TDS રેટ અને આવકવેરામાં ફેરફાર અંગે કેટલાક સુધારા રજૂ કર્યા હતા. આ તમામ નવા નિયમો 1 ઓક્ટોબરથી અમલમાં આવશે.

1 ઓક્ટોબરથી બદલાશે,આધાર કાર્ડથી લઈને ઈન્કમટેક્સ સુધીના નિયમો-સંપૂર્ણ વિગતો વાંચો

1. STT

સરકારે આ વર્ષના બજેટમાં ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ વધારીને અનુક્રમે 0.02 ટકા અને 0.1 ટકા કર્યો છે. આ સિવાય શેર બાયબેકથી થતી કમાણી પર ટેક્સ લાગશે. આ સુધારો પસાર કરવામાં આવ્યો છે અને 1 ઓક્ટોબર, 2024થી લાગુ કરવામાં આવશે.

2. આધાર

PAN કાર્ડનો દુરુપયોગ અટકાવવા અને ડુપ્લિકેશનને રોકવા માટે ITR અને PAN અરજીઓમાં આધાર નંબરના બદલે આધાર એનરોલમેન્ટ ID ક્વોટ કરવાની મંજૂરી આપતી જોગવાઈઓ હવે 1 ઓક્ટોબરથી લાગુ થશે નહીં.

3. શેરની પુનઃખરીદી

1 ઓક્ટોબરથી શેર બાયબેક પર ડિવિડન્ડની જેમ જ શેરહોલ્ડર લેવલ ટેક્સ લાગુ થશે. તેની અસર એ થશે કે, રોકાણકારો પર ટેક્સનો બોજ વધશે. આ ઉપરાંત, કોઈપણ મૂડી લાભ અથવા નુકસાનની ગણતરી કરતી વખતે આ શેરના શેરધારકના સંપાદન ખર્ચને ધ્યાનમાં લેવામાં આવશે.

4. ફ્લોટિંગ રેટ બોન્ડ TDS

બજેટ 2024માં જાહેરાત કરવામાં આવી હતી કે, 1 ઓક્ટોબર, 2024થી ફ્લોટિંગ રેટ બોન્ડ્સ સહિત અમુક કેન્દ્રીય અને રાજ્ય સરકારના બોન્ડ્સમાંથી 10%ના દરે TDS કાપવામાં આવશે. જોકે, જો આખા વર્ષની આવક રૂ. 10,000થી ઓછી હોય તો TDS કાપવામાં આવશે નહીં.

5. TDS દરો

આ વર્ષના બજેટમાં ટીડીએસ દર અંગે, ફાઇનાન્સ બિલમાં, કલમ 19DA, 194H, 194-IB અને 194M હેઠળ ચૂકવણી માટે TDS દર 5%થી ઘટાડીને 2% કરવામાં આવ્યો હતો. ઉપરાંત ઈ-કોમર્સ ઓપરેટરો માટે TDS દર 1%થી ઘટાડીને 0.1% કરવામાં આવ્યો હતો.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર