મહેસાણાના જાસલપુર ગામમાં દિવાલ ધસી પડતા 5 લોકોના મોત, 4 લોકો હજુ દટાયેલા
મહેસાણા જિલ્લાના કડીના જાસલપુર ગામમાં એક કંપનીમાં મોટી દુર્ઘટના બની છે. દિવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડતા 5 લોકોના મોત થયા છે. તો ચાર શ્રમિકો હજુ પણ માટી નીચે દબાયેલા હોવાની માહિતી મળી છે. ઘટનાના પગલે રાહત અને બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે.
– Mehsana નાં કડીનાં જાસલપુર ગામે મોટી દુર્ઘટના
– કંપનીમાં દિવાલ બનાવતી વખતે 5 લોકો નાં મોત
– ભેખડ ધસી પડતા હજુ પણ 4 મજૂર દટાયા હોવાની આશંકા
– સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ કંપનીમાં સર્જાઈ દુર્ઘટના
– વહીવટી તંત્ર દ્વારા બચાવ કાર્યની કામગીરી શરૂ
મહેસાણા જિલ્લાના કડીના જાસલપુર ગામમાં એક કંપનીમાં મોટી દુર્ઘટના બની છે. દિવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડતા 5 લોકોના મોત થયા છે. તો ચાર શ્રમિકો હજુ પણ માટી નીચે દબાયેલા હોવાની માહિતી મળી છે. ઘટનાના પગલે રાહત અને બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે.
વહીવટી તંત્રએ દટાયેલાઓને બહાર કાઢવા શરુ કરી કામગીરી
મહેસાણાના જાસલપુર ગામમાં આવેલી સ્ટીલ ઇનોક્સ કંપનીમાં દિવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડી છે. દિવાલ પડતા પાંચ શ્રમિકના મોત થયા છે. તો અન્ય દટાયા હોવાની આશંકા છે. ઘટના સ્થળે પાંચ જેટલી એમ્બ્યુલન્સ અને પોલીસ પહોંચી છે. વહીવટી તંત્ર દ્વારા બચાવ કાર્યની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ખોદકામ કે બાંધકામ દરમિયાન દુર્ઘટના બની હોવાની માહિતી
પ્રાથમિક માહિતી મુજબ કોઇ ખોદકામ કે બાંધકામની કામગીરી ચાલી રહી હતી. જેમાં ઘણા શ્રમિકા કામ કરી રહ્યા હતા. તે દરમિયાન આ દિવાલ ધરાશાયી થઇ હતી અને અહીં કામ કરી રહેલા તમામ શ્રમિકો તેમાં દટાઇ ગયા હતા.5 શ્રમિકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને અન્ય દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
મોતનો આંકડો વધવાની સંભાવના
આ ઘટનામાં મોતનો આંકડો વધે તેવી શક્યતા દેખાઇ રહી છે. તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સ અને તબીબી ટીમ સ્થળ પર જ હાજર છે. રાહત અને બચાવ કામગીરી કરનારી ટીમ પણ સતત કામ કરી રહી છે.
