જામનગરના રાજવી પરિવારની મોટી જાહેરાત, ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજા જામસાહેબના વારસદાર જાહેર

જામનગરના રાજવી પરિવારની મોટી જાહેરાત, ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજા જામસાહેબના વારસદાર જાહેર

જામનગરના રાજવી પરિવાર માટે આજે માજી રાજવી શત્રુશલ્યસિંહજી જાડેજા દ્વારા એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે, અને તેઓના વારસદાર તરીકે ભારતના ખ્યાતનામ પૂર્વ ક્રિકેટ ખેલાડી અને મૂળ જામનગરના વતની જામસાહેબના પરિવારના જ સભ્ય એવા અજયસિંહજી જાડેજાને વારસદાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજા જામસાહેબના વારસદાર જાહેર

રાજવી પરિવારનો બહુ મોટો ઐતિહાસિક નિર્ણય જાહેર કરતાં જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી મહારાજે વિજ્યાદશમીની પૂર્વ સંધ્યાએ વારસદાર તરીકે અજયસિંહજી જાડેજાની જાહેરાત કરી છે. મહત્ત્વનું છે કે અજય જાડેજા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને કેપ્ટન પણ રહી ચૂક્યા છે.

ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજા જામસાહેબના વારસદાર જાહેર

વારસનો ઇતિહાસ કેવો હતો?

હાલના જામ સાહેબ શત્રુશલ્યસિંહજી નિઃસંતાન છે, આ કારણે તેમને તેમના વારસદારની પસંદગી કરવી પડી, જે તેમણે અજય જાડેજાના રૂપમાં કર્યું. જામ સાહેબ શત્રુશલ્યસિંહજીના પિતા દિગ્વિજય સિંહ હતા જેઓ 33 વર્ષ સુધી જામ સાહેબ રહ્યા. તેમના કાકા રણજીતસિંહજીએ તેમને દત્તક લીધા હતા અને તેમના વારસદાર બનાવ્યા હતા. ભારતીય ક્રિકેટની સ્થાનિક સ્પર્ધા રણજી ટ્રોફી જામ સાહેબ રણજીત સિંહના નામે રમાય છે. રણજીતસિંહજી જાડેજા આઝાદી પહેલા ભારતીય ક્રિકેટના શ્રેષ્ઠ બેટ્સમેન ગણાતા હતા.

અજય જાડેજા રણજીતસિંહજી અને દિલીપસિંહજીના પરિવારમાંથી આવે છે અને શુક્રવારે તેમને સત્તાવાર રીતે વારસદાર જાહેર કરવામાં આવ્યા હતા. મહાન ક્રિકેટર કેએસ રણજીતસિંહજી 1907 થી 1933 સુધી નવાનગરના શાસક હતા. રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફી રણજીત સિંહ અને કેએસ દિલીપ સિંહના નામ પર રાખવામાં આવી છે. શત્રુશલ્યસિંહજી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર પણ હતા અને નવાનગરના મહારાજાનું બિરુદ મેળવનાર છેલ્લા વ્યક્તિ હતા.

ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજા જામસાહેબના વારસદાર જાહેર

અજય જાડેજા લાંબા સમયથી ભારતીય ટીમનો ભાગ હતો.

અજય જાડેજા ભારતીય ક્રિકેટ ટીમનો ઉત્તમ ખેલાડી રહ્યો છે. તે 1992 થી 2000 સુધી ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ હતો અને ઉપ-કેપ્ટન પણ હતો. ભારત માટે 15 ટેસ્ટ મેચ અને 196 ODI મેચ રમનાર 53 વર્ષીય જાડેજા જામનગરના રાજવી પરિવારના વંશજ છે.

મેચ ફિક્સિંગમાં તેનું નામ આવ્યા બાદ તેના પર ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 2003માં દિલ્હી હાઈકોર્ટે તે પ્રતિબંધ હટાવી લીધો હતો પરંતુ તે પછી જાડેજા ક્રિકેટ રમી શક્યો ન હતો. તે IPLમાં અલગ-અલગ ટીમો માટે મેન્ટર હતો. તાજેતરમાં તેણે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને કોચિંગ આપ્યું હતું.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર