ઈરાન-અફ્ઘાન વચ્ચે વિવાદ, ૨૫૦ નિર્દોષના મૌત
ઇરાને નાગરિકોના મૃત્યુ અંગેના અહેવાલો ખોટા હોવાનો ખુલાસો કર્યો , ઇરાનના માનવ અધિકાર સંગઠને શબો દર્શાવતો વીડિયો વાયરલ કર્યો
અફઘાનિસ્તાન સરહદે ઇરાન બોર્ડર ગાર્ડસ દ્વારા થયેલા ગોળીબારમાં ૨૫૦ થી વધુ અફધાન નાગરિકોના મોત.
ઇરાનના માનવ અધિકાર સંગઠને દાવો કર્યો હતો કે અફઘાન શરણાર્થીઓ ઇરાનની સરહદમાં પ્રવેશી રહયા હતા ત્યારે ઇરાન દ્વારા બળપ્રયોગ કરવામાં આવતા આ ઘટના બની હતી.
માનવ અધિકાર સંગઠને પીડિતોના શબોને દર્શાવતો એક વીડિયો શેર કર્યો છે જેમાં શરણાર્થીઓને સરહદે મારી નાખવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.
સરહદ પાર કરી રહેલા કુલ પ્રવાસીઓની સંખ્યા ૩૦૦ જેટલી હતી જેમાંથી માત્ર ૫૦ જ બચ્યા હતા. બાકીના હુમલાનો ભોગ બનીને ઢળી પડયા હતા.
આ રિપોર્ટ ઇરાની દળો સૈન્ય દ્વારા અફઘાન શરણાર્થીઓને ઉત્પીડન, યાતના અને દુર્વ્યહવારના આરોપોના સમયમાં આવ્યો છે.
ઇરાની સીમા રક્ષકોની કાર્યવાહીની ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ ટીકા કરવામાં આવી છે.
આ અંગે કાબુલમાં તાલિબાનના નાયબ પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે જણાવ્યું હતું કે “વિવિધ સરકારી એજન્સીઓ” અને અફઘાન રાજદ્વારી મિશનોએ અહેવાલોને ચકાસવા માટે “સંપૂર્ણ તપાસ” શરૂ કરી છે.
ગોળીબારમાં જાનહાનિનો ચોક્કસ આંકડો સ્પષ્ટ નથી. ઇરાનમાં મોટી સંખ્યામાં અફઘાન શરણાર્થીઓ રહે છે તેમની સ્થિતિ ખૂબ ગંભીર છે.
ઇરાનમાં અફઘાન શરણાર્થીઓને માનવીય અને બુનિયાદી અધિકારોના ઉલંઘનનો સામનો કરવો પડી રહયો છે.
આ દરમિયાન, ઈરાનના રાષ્ટ્રપતિના વિશેષ દૂત અને કાબુલમાં રાજદૂત હસન કાઝેમી કોમીએ આ અહેવાલોને સખત રીતે નકારી કાઢ્યા હતા.
