ઉત્તરપ્રદેશમાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓથી ભરેલી બસ નાળામાં ખાબકી, ૩નાં મોત, ૨૨ ઘાયલ

ઉત્તરપ્રદેશમાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓથી ભરેલી બસ નાળામાં ખાબકી, ૩નાં મોત, ૨૨ ઘાયલ

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં શુક્રવારે સાંજે લગભગ ૬ વાગ્યે એક મોટો અકસ્માત સર્જાયો હતો, જેમાં ૩ લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે.

આ અકસ્માતમાં લગભગ ૨૨ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી ૨ ની હાલત ગંભીર હોવાની જાણકારી હતી. દર્દીઓની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

ક્યાં અને કેવી રીતે સર્જાયો અકસ્માત? 

લગભગ ૫૩ ભક્તોથી ભરેલી બસ બલરામપુરના દેવીપાટન મંદિરથી મુંડન કાર્યક્રમ બાદ સિદ્ધાર્થનગર પરત ફરી રહી હતી.

આ દરમિયાન ચારિગહવા નાળા પાસે સાયકલ સવારને બચાવવાનો પ્રયાસ કરતી વખતે બેકાબૂ થયેલી બલ સીધી નાળામાં ખાબકી હતી જેના બાદ ચીસાચીસ મચી ગઇ હતી.

અકસ્માતમાં આ ત્રણ લોકોના મોત થયા 

ઘટનાની જાણ થતાં જ નજીકમાં રહેતા ગ્રામજનોએ તાત્કાલિક પ્રશાસનને જાણ કરી બચાવ કામગીરી શરૂ કરી હતી.

થોડીવાર પછી પોલીસ-પ્રશાસનની ટીમ આવી અને બસને નાળામાંથી બહાર કાઢવા માટે ક્રેન બોલાવી હતી.

આ સમય દરમિયાન, સાયકલ સવાર મંગનીરામ (૫૦) અને બસની અંદર બેઠેલા ૧૪ વર્ષના અજય શર્મા અને ૬૫ વર્ષના ગમ્માનું મૃત્યુ થયું હતું.

આ અકસ્માતમાં ૨૨ લોકો ઘાયલ થયા છે. જેની સારવાર પીએચસીમાં ચાલી રહી છે.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર