Search
Close this search box.

રાજકોટ : ભાજપનું સદસ્યતા અભિયાન ફરી વિવાદમાં, રણછોડદાસ ટ્રસ્ટ હોસ્પિટલમાં દર્દીઓને બનાવ્યા સદસ્ય

રાજકોટ : ભાજપનું સદસ્યતા અભિયાન ફરી વિવાદમાં, રણછોડદાસ ટ્રસ્ટ હોસ્પિટલમાં દર્દીઓને બનાવ્યા સદસ્ય

રાજકોટની હોસ્પિટલમાં દર્દીને બનાવી દેવાયો સભ્ય રાજકોટની રણછોડદાસ ટ્રસ્ટ હોસ્પિટલનો બનાવ , ભારતભરમાં અત્યારે ભાજપ સદસ્યતા અભિયાન ચલાવી રહ્યું છે. જેમાં લોકો ભાજપના સદસ્ય બને તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે….
  • રાજકોટની હોસ્પિટલમાં દર્દીને બનાવી દેવાયો સભ્ય
  • રાજકોટની રણછોડદાસ ટ્રસ્ટ હોસ્પિટલનો બનાવ

રાજકોટ: ભારતભરમાં અત્યારે ભાજપ સદસ્યતા અભિયાન ચલાવી રહ્યું છે. જેમાં લોકો ભાજપના સદસ્ય બને તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. પરંતુ આ દરમિયાન એક ચોંકાવનારી બાબત સામે આવી છે. રાજકોટની રણછોડદાસ ટ્રસ્ટ હોસ્પિટલમાં એક વ્યક્તિ મોતિયાનું ઓપરેશન કરાવવા માટે આવ્યો હતો. પરંતુ અહીં તેને ભાજપનો સદસ્ય બનાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ હોસ્પિટલમાં રહેવા અન્ય દર્દીઓને પણ ભાજપના સદસ્ય બનાવી દીધા હોવાનું દર્દીએ જણાવ્યું છે.

સારવાર કરાવવા માટે આવેલા દર્દીને ભાજપનો સભ્ય બનાવી દીધો

હોસ્પિટલ દ્વારા પહેલા જુનાગઢમાં કેમ્પ યોજવામાં આવ્યો હતો. ત્યાં અનેક લોકો આંખોની તપાસ કરાવી હતી. ત્યાંર બાદ એક વ્યક્તિને આંખમાં મોતિયો આવ્યો હોવાથી તે સારવાર માટે રાજકોટ આવે છે. રણછોડદાસ ટ્રસ્ટ હોસ્પિટલમાં દર્દીને ભાજનો સભ્ય બનાવી દીધો. આ હોસ્પિટલમાં દર્દીઓને ભાજપના સભ્ય બનાવવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જુનાગઢની રાજકોટ મોતિયાનું ઓપરેશન કરાવવા માટે આવ્યો હતો. પરંતુ અહીં તો ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું હતું! જૂનાગઢનો દર્દી ઓપરેશન માટે રાજકોટ આવ્યો હતો. કમલેશ ઠુંમર નામના દર્દીને ભાજપનો સભ્ય બનાવી દેવાયો હોવાનું સામે આવ્યું છે.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર