ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ૨૧ દિવસનું દિવાળી વેકેશન, તારીખ નોંધી લો.
ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં આગામી તારીખ ૨૭ મી ઓક્ટોબરથી ૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
- કોલેજોમાં ૨૧ દિવસનું દિવાળી વેકેશન
- ગુજરાત યુનિવર્સિટીમાં કામકાજ બંધ રહેશે
ગુજરાત યુનિવર્સિટીના કાર્યાલય અને ભવનમાં તારીખ ૩૧ ઓક્ટોબરથી સાત દિવસ સુધી રજા રહેશે. ૧ લી નવેમ્બરના રોજ પડતર દિવસ હોવાથી રાજ્ય સરકાર રજા જાહેર કરશે તો આગામી સમયમાં એક શનિવાર ભરવાનો રહેશે.
કોલેજોમાં ૨૧ દિવસનું દિવાળી વેકેશન
તારીખ ૨૬ એપ્રિલ ૨૦૨૪ ના રોજ કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. આ કેલેન્ડર મુજબ રાજ્યની તમામ યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોમાં યુજી સેમેસ્ટર ૩ અને ૫ તથા પીજી સેમેસ્ટર ૩નું પ્રથમ શૈક્ષણિક સત્ર તારીખ ૨૪ મી જૂનથી શરૂ થયું હતું જ્યારે યુજી અને પીજી સેમેસ્ટર ૧ નું સત્ર જૂન-૨૦૨૪ થી શરૂ થયુ હતુ. આ મુજબ ૨૩ ઓક્ટોબરથી ૧૬ નવેમ્બર સુધી કુલ ૨૧ દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીમાં કામકાજ બંધ રહેશે
ગુજરાત યુનિવર્સિટીએ જાહેરાત કરી છે કે, યુનિ. કાર્યાલય તથા તમામ ભવન, ગ્રંથાલય, આરોગ્ય કેન્દ્ર, પ્રકાશન તથા વિભાગોનું અન્ય કામકાજ તારીખ ૩૧ ઓક્ટોબરથી ૬ નવેમ્બર સુધી બંધ રહેશે. ગુજરાત યુનિવર્સિટીમાં ૨૭મી થી ૨૧ દિવસનું દિવાળી વેકેશન, યુનિ. કાર્યાલય અને ભવનોમાં તારીખ ૩૧ ઓક્ટોબરથી ૬ નવેમ્બર સુધી રજા રહેશે.
