વડોદરાના વાઘોડિયા જીઆઇડીસીમાં આવેલી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી
જે.જે. ફોમ નામની કંપનીમાં લાગેલી આગે જોતજોતામાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા.
જે.જે.ફોમ નામની કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી
વાઘોડિયા ગેલ ઈન્ડિયા કંપનીના ફાયર લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં જીઆઇડીસીમાં પ્લોટ નંબર 203 આવેલી કંપનીમાં વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતા નાસભાગ મચી ગઈ હતી. આગની ઘટનાની જાણ થતા વાઘોડિયા ગેલ ઈન્ડિયા કંપનીના ફાયર લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી છે. વાઘોડિયા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે.
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાની જીઆઇડીસીમાં પ્લોટ નંબર 203 આવેલ જે.જે.ફોમ નામની કંપનીમાં આજે વહેલી સવારે અગમ્યકારણોસર આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા આસપાસથી લોકટોળા ઉમટી પડ્યા હતા. વાઘોડિયા ગેલ ઈન્ડિયા કંપનીના ફાયર બ્રિગેડને આગ અંગે ની જાણ કરવામાં આવતા ફાયર લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
આગ પર સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. જોકે આગે એટલું ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું છે કે, ફાયર લાશ્કરોની ભારે જહેમત બાદ પણ આગ કાબુમાં આવી નથી અને હાલ ફાયર લાશ્કરો આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કરી રહ્યાં છે. બનાવના પગલે વાઘોડિયા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે. આગ લાગવા કારણ હજુ જાણી શકાયું નથી. પરંતુ મોટી માત્રામાં કંપનીમાં નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ રહી છે.
