ન્યૂઝીલેન્ડ સામે કારમી હાર બાદ ગૌતમ ગંભીરે લીધો નિર્ણય, ત્રીજી ટેસ્ટ પહેલા ખેલાડીઓએ કરવું પડશે આ ખાસ કામ
પુણે ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયાએ ૧૨ વર્ષ બાદ ઘરઆંગણે સિરીઝ ગુમાવી છે.
હવે ડબલ્યુબીસી ની ફાઇનલમાં જવું મુશ્કેલ બની ગયું છે. આ પછી મુખ્ય કોચ ગૌતમ ગંભીરે કડક એક્શન લીધી છે.
ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની જીતનો સિલસિલો તૂટી ગયો છે.
ભારતીય ટીમના સતત ૧૮ સિરીઝ જીતવાના શાસનનો અંત આવ્યો છે.
૧૨ વર્ષ બાદ ન્યૂઝીલેન્ડ ભારતને ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં હરાવનારી પ્રથમ ટીમ બની છે.
પુણેમાં જીત બાદ ન્યુઝીલેન્ડે ૨-૦ થી અજેય લીડ મેળવી લીધી છે અને હવે તેની નજર મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાનાર ત્રીજી મેચ પર છે. આ કારમી હાર બાદ મુખ્ય કોચ ગૌતમ ગંભીર કડક બની ગયા છે.
મુંબઈ ટેસ્ટ પહેલા તેણે જીત હાંસલ કરવા માટે એક મોટું પગલું ભર્યું છે.
ખેલાડીઓને આપી આ સુચના હવે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આગામી મેચ 1લી નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે.
આ પહેલા ભારતીય ટીમના ખેલાડીઓને સ્વસ્થ થવા માટે ૨ દિવસનો આરામ આપવામાં આવ્યો હતો.
એટલે કે ૨૭ અને ૨૮ ઓક્ટોબરે આરામ કર્યા બાદ ખેલાડીઓ ફરીથી આગામી મેચની તૈયારી શરૂ કરશે.
આ દરમિયાન ટીમ મેનેજમેન્ટે મોટો નિર્ણય લીધો છે. હકીકતમાં, ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ટીમ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે તમામ ખેલાડીઓને ૩૦ અને ૩૧ ઓક્ટોબરના રોજ બે દિવસની પ્રેક્ટિસ માટે હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
આમાં મોટી વાત એ છે કે આ બંને પ્રેક્ટિસ સેશન ફરજિયાત છે. ટીમનો કોઈ ખેલાડી તેને છોડી શકે નહીં.
મતલબ કે ખેલાડીઓએ એક દિવસનો આરામ ગુમાવ્યો છે. પહેલા છૂટછાટ મળતી હતી અત્યાર સુધી ખેલાડીઓ પાસે મેચના એક દિવસ પહેલા નેટ પ્રેક્ટિસ છોડી દેવાનો વિકલ્પ હતો.
જેથી તે સ્પર્ધા માટે ફ્રેશ રહી શકે. આવી સ્થિતિમાં સામાન્ય રીતે ફાસ્ટ બોલર અને ટીમના સિનિયર ખેલાડીઓ ટેસ્ટ મેચ પહેલા પ્રેક્ટિસ સેશન છોડી દેતા હતા અથવા હળવી ટ્રેનિંગ કરતા હતા.
વર્કલોડ મેનેજમેન્ટ પર નજર કરીએ તો, ભારતીય ટીમમાં આ ખૂબ જ સામાન્ય પ્રથા હતી અને ખેલાડીઓ લાંબા સમયથી તેનું પાલન કરી રહ્યા હતા.
પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના દૃષ્ટિકોણથી મહત્વની એવી મુંબઈ ટેસ્ટ પહેલા ગંભીરે કડક પગલાં લીધા છે અને બંને દિવસે ટ્રેનિંગ કરવી જરૂરી બનાવી દીધી છે.
ડબલ્યુબીસી ફાઇનલમાં પહોંચવા માટે કેટલી જીતની જરૂર છે? પુણે ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા ડબલ્યુબીસી પોઈન્ટ ટેબલમાં ૬૮.૦૬ ટકા પોઈન્ટ સાથે ટોપ પર હતી. સતત બીજી હાર બાદ ટકાવારી હવે ઘટીને ૬૨.૮૨ થઈ ગઈ છે.
જોકે, ભારત હજુ પણ નંબર વન પર યથાવત છે. રોહિત શર્માની ટીમની હવે આ ચક્રમાં કુલ ૬ મેચ બાકી છે, જેમાંથી ૧ મેચ ન્યૂઝીલેન્ડ સામે છે અને બાકીની ૫ મેચ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે છે.
જો ભારતીય ટીમે કોઈપણ ટીમ પર નિર્ભર થયા વિના ફાઇનલમાં પહોંચવું હોય તો તેણે આમાંથી ઓછામાં ઓછી ૪ મેચ જીતવી પડશે.
