મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પરેશ ધાનાણીને આવ્યો હાર્ટ એટેક, નાસિકમાં સારવાર ચાલું
કોંગ્રેસનાં અગ્રણી નેતા પરેશ ધાનાણીને લઈ મોટા સમાચાર આવ્યા છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન પરેશ ધાનાણીની તબિયત લથડી હતી.
કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાથમિક માહિતી મુજબ, મુંબઈની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.
મુંબઈ સ્થિત શ્રીજી હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટ કરાવ્યું હોવાનું હાલ સામે આવ્યું છે.
તબિયતમાં સુધારો હોવાની માહિતી મળી છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન અચાનક તબિયત લથડી હતી.
પરેશ ધાનાણીને હાર્ટ એટેક આવ્યો વિપક્ષના પૂર્વ નેતા અને કોંગ્રેસનાં અગ્રણી પરેશ ધાનાણીને લઈ મોટા સમાચાર આવ્યા છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન પરેશ ધાનાણીની તબિયત લથડી હતી.
જેથી, તેમને તાત્કાલિક મુંબઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં AICC નાં સચિવ અનંત પટેલ હાજર છે.
મુંબઇની હોસ્પિટલમાં દાખલ કોંગ્રેસ નેતા અને પ્રવક્ત ડો. મનીષ દોશીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી માહિતી આપતા તેમણે લખ્યુ કે, કોંગ્રેસ પક્ષની જવાબદારી વહન કરતા પરેશ ધાનાણીની નાગપુર ખાતે તબિયત બગડતાં તાત્કાલિક સારવાર માટે શ્રીજી હોસ્પિટલ, મુંબઈ નાકા, નાસિક હોસ્પિટલમાં ખસેડાયા છે.
એન્જીયોપ્લાસ્ટ કરવામાં આવેલ છે, હાલમાં તેમની તબિયત સ્થિર છે.