વી.પી.સ્વામીને આજે કોર્ટમાં રજૂ કરાશે, સીઆઈડી માગશે રિમાન્ડ : ૩ કરોડની છેતરપિંડીના કેસનો મામલો

વી.પી.સ્વામીને આજે કોર્ટમાં રજૂ કરાશે, સીઆઈડી માગશે રિમાન્ડ : ૩ કરોડની છેતરપિંડીના કેસનો મામલો

સ્વામિનારાયણ સંપ્રદાયનાં ચાર સ્વામી સહિતની ટોળકી સામે મંદિર અને ગૌશાળાની ખરીદી કરવાના નામે ૩.૦૪ કરોડની છેતરપિંડીની ફરિયાદ રાજકોટમાં નોંધાયા બાદ આજે આ પ્રકરણનાં મુખ્ય સૂત્રધાર એવા જૂનાગઢના ઝાલણસરનાં સ્વામી વિજયપ્રકાશ ઉર્ફે વી.પી. સ્વામીની સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

વી.પી. સ્વામીની ધરપકડ બાદ બુધવારે (૩૦ ઓક્ટોબર) સવારે ૧૧ વાગ્યે રાજકોટની કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માગ કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ, સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાઘુ વી.પી. સ્વામી (વિજય પ્રકાશ સ્વામી) જે.કે. સ્વામી (જયકૃષ્ણ) એમ.પી. સ્વામી અને વી.પી. સ્વામી સહિત લાલજી ઢોલા, સુરેસ, ભુપેન્દ્ર અને વિભસિંહ નામના શખસો વિરુદ્ધ રાજકોટનાં ભક્તિનગર પોલીસ મથકમાં ૩.૦૪ કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઈ હતી.

જેમાં આ શખસોએ પોઈચા જેવું મંદિર બનાવવાના નામે મોટું વળતર મળશે તેવી લાલચ આપીને જમીનની ખરીદી કરી હતી.

ત્યારબાદ નાણાં ચૂકવવામાં ગલ્લા તલ્લાં કરવામાં આવતા ફરિયાદ નોંધાયા બાદ રાજકોટ પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાએ સ્વામીના સાગરિત લાલજી ઢોલાને સુરતથી ઝડપી લીધો હતો.

સીઆઈડીએ હાથ ધરી તપાસ

ત્યારબાદ સીઆઈડી ક્રાઈમ ગાંધીનગનરે તપાસ સોંપવામાં આવતા જે.કે. સ્વામી ઝડપાઈ ગયા બાદ આજે આ પ્રકરણનાં મુખ્ય સૂત્રધાર એવા જૂનાગઢનાં ઝાલણસરનાં સ્વામી વિજય પ્રકાશ ઉર્ફે વી.પી. સ્વામીની સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

રાજકોટનાં જમીન લે-વેચના ધંધાર્થી જસ્મીનભાઈ માઈકની ફરિયાદનાં આધારે વી.પી સ્વામીની ધરપકડ થયા બાદ આજે રાજકોટની કોર્ટમાં રીમાન્ડ માટે રજૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું હતું.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર