Search
Close this search box.

સોસિયામાં આધેડની જમીન પર ગામના જ શખ્સે કબજો જમાવ્યો

સોસિયામાં આધેડની જમીન પર ગામના જ શખ્સે કબજો જમાવ્યો

  • તું અહીં દેખાતો નહીં, નહિતર જાન થી મારી નાખીશ’ તેવી ધમકી આપી
  • જમીનનો કબજો સોંપવાનું કહેતા શખ્સે ધમકી આપીઃ ભાવનગરમાં રહેતાં આધેડે શખ્સ વિકૂદ્ધ અલંગ મરિન પોલીસમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અન્વયે ગુન્હો નોંધાવ્યો
ભાવનગર: ભાવનગરના સરદારનગર વિસ્તારમાં રહેતા આધેડની તળાજા તાલુકાના સોસીયા ગામમાં આવેલ જમીનમાં  ગામના શખ્સે ગેરકાયદેસર કબજો જમાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા આધેડે તેની વિરુદ્ધ અલંગ મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના સરદારનગર, ગુરુકુળ પાછળ આવેલ રમણનગરમાં રહેતા અને સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગરમાં સિનિયર ક્લાર્ક તરીકે નોકરી કરતા અમૃતભાઈ ઇશ્વરભાઇ પટેલે તળાજા તાલુકાના સોસીયા ગામમાં રહેતા લાભુભાઈ સુખાભાઈ પાસેથી સોસિયા ગામ સરવે નં. ૯૨ પૈકી ૨, જેનું ક્ષેત્રફળ ૦-૫૬-૬૬ ચોરસ મીટર તેમજ ભલાભાઇ સવજીભાઈ વેગડ પાસેથી સર્વે નંબર ૯૪ પૈકી ૦૧,જેનું ક્ષેત્રફળ ૦-૪૮-૫૬ ચોરસ મીટર જમીન ખરીદ કરેલ હતી અને તેનો વેચાણ દસ્તાવેજ પણ બનાવ્યો હતો.

આ બંને જમીન પૈકી સર્વે નં.૯૩/૦૧ માં તેમણે ત્રણ માળનું મકાન તથા સ્વિમિંગપુલ પણ બનાવેલ હતા.

આ બંને જમીન તેમણે ભલાભાઇ સવજીભાઈ વેગડને વર્ષ ૨૦૨૨ માં ભાગમાં વાવવા માટે આપી હતી અને તેમાં ભલાભાઇ ખેતી કામ કરતા હતા અને જમીનમાં આવેલ મકાન તેમજ સ્વીમીંગ પુલનો ઉપયોગ અને દેખરેખ કરતા હતા.

ગત તા.૧૮/૦૮/૨૦૨૪  ના અમૃતભાઈ તેમજ રસિકભાઈ ઇશ્વરભાઇ હરણીયા જમીન તપાસ કરવા માટે સોસીયા ગયા હતા ત્યારે સોસિયા ગામના સુખદેવસિંહ મખુભા ગોહિલે તેમની જમીનમાં કબજો કરેલ હોય તેમને આ જમીન અંગે વાત કરતા સુખદેવસિંહે ઉશ્કેરાઈ જઈ ગાળો આપી હતી અને હુમલો કરવા દોડયા હતા.

તેમજ ‘તું અહીં દેખાતો નહીં, નહિતર જાન થી મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી.

આ જમીન ખાલી કરવા અંગે સુખદેવસિંહ ગોહિલને અવારનવાર કહેવા છતાં તેમણે કબજો ખાલી નહીં કરતા અમૃતભાઈએ કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ અરજી કરી હતી.

આ અરજીનો હુકમ થઈ આવતા અમૃતભાઈ ઇશ્વરભાઇ પટેલે સોસીયા ગામમાં રહેતા સુખદેવસિંહ મખુભા ગોહિલ વિરુદ્ધ અલંગ મરીન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એકટની કલમ અન્વયે ગુનો દાખલ કરાવ્યો છે.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર