મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળી ધમકી… ૧૦ દિવસમાં રાજીનામું આપો, નહીં તો બાબા સિદ્દીકી જેવા હાલ કરીશું
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પહેલા પણ જાનથી મારી નાખવાની ધમકી મળી ચૂકી છે. આ પહેલા પણ સીએમ યોગીને યુપી પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન દ્વારા હત્યાની ધમકીઓ મળી ચૂકી છે
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ધમકી મળી છે.
સીએમ યોગી આદિત્યનાથના નામે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં કૉલ કરવામાં આવ્યો હતો.
આ કૉલ પર જ ધમકીઓ આપવામાં આવી હતી. મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રૉલ સેલને અજાણ્યા નંબર પરથી આ કૉલ આવ્યો હતો.
જેમાં કહેવામાં આવ્યું હતું કે, જો યોગી ૧૦ દિવસમાં રાજીનામું નહીં આપે તો અમે તેમને બાબા સિદ્દીકીની જેમ મારી નાખીશું. શનિવારે સાંજે મળેલા આ ધમકીભર્યા મેસેજને કારણે સુરક્ષા તંત્ર એલર્ટ પર છે. મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે આ ધમકીભર્યો કૉલ મુંબઈ પોલીસ કંટ્રૉલ રૂમમાં આવ્યો હતો.
જેમાં કહેવામાં આવ્યું હતું કે જો સીએમ યોગી ૧૦ દિવસમાં રાજીનામું નહીં આપે તો તેઓ બાબા સિદ્દીકી જેવા થઈ જશે.
તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેના કારણે પોલીસમાં ખળભળાટ મચી ગયો હતો.
ધમકી આપનારા વ્યક્તિની શોધ કરવામાં આવી રહી છે.
વળી, સુરક્ષા એજન્સીઓ સીએમ યોગીની સુરક્ષાને લઈને એલર્ટ મોડ પર છે.
ગયા મહિને થઇ હતી બાબા સિદ્દીકીની હત્યા
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર કોંગ્રેસ પાર્ટીના નેતા બાબા સિદ્દીકીની ૧૨ ઓક્ટોબરે દશેરાના દિવસે હત્યા કરવામાં આવી હતી.
માત્ર ૧૫ દિવસ પહેલા જ તેને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, ત્યારબાદ તેને ‘વાય’ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી હતી.
જોકે, આ સુરક્ષા વ્યવસ્થા તેમનો જીવ બચાવવા માટે અપૂરતી સાબિત થઈ હતી.
આ કેસમાં અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
સીએમ યોગીને પહેલા પણ મળી ચૂકી છે ધમકીઓ –
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પહેલા પણ જાનથી મારી નાખવાની ધમકી મળી ચૂકી છે.
આ પહેલા પણ સીએમ યોગીને યુપી પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન દ્વારા હત્યાની ધમકીઓ મળી ચૂકી છે.
મામલાને ગંભીરતાથી લઈને સુરક્ષાને એલર્ટ કરી દેવામાં આવી છે.
