અમરેલી : સિંહણે વધુ એક બાળકીને બનાવી પોતાનો શિકાર, વન વિભાગે આખી રાત મથી માનવભક્ષી સિંહણને પાંજરે પુરી

અમરેલી : સિંહણે વધુ એક બાળકીને બનાવી પોતાનો શિકાર, વન વિભાગે આખી રાત મથી માનવભક્ષી સિંહણને પાંજરે પુરી

અમરેલી જિલ્લામાં ફરી એક વાર સિંહણે એક બાળકીને પોતાનો શિકાર બનાવી હોવાની ઘટના સામે આવી છે. અમરેલીના જાફરાબાદના એક ગામમાં 7 વર્ષની બાળકીને સિંહણ ખાઇ ગઇ હતી. જે પછી તેના અવશેષો મળી આવ્યા હતા.

વન વિભાગે આ ઘટના બાદ આખી રાત જાગીને આખરે આ નરભક્ષી સિંહણને પાંજરામાં પુરી દીધી છે.

અમરેલી જિલ્લામાં ફરી એક વાર સિંહણે એક બાળકીને પોતાનો શિકાર બનાવી હોવાની ઘટના સામે આવી છે. અમરેલીના જાફરાબાદના એક ગામમાં 7 વર્ષની બાળકીને સિંહણ ખાઇ ગઇ હતી.

જે પછી તેના અવશેષો મળી આવ્યા હતા. વન વિભાગે આ ઘટના બાદ આખી રાત જાગીને આખરે આ નરભક્ષી સિંહણને પાંજરામાં પુરી દીધી છે.

સિંહણે કર્યો 7 વર્ષની માસુમનો શિકાર

સોમવારના રોજ અમરેલીના જાફરાબાદમાં આવેલા ખાલસા કંથારિયા ગામ નજીક હચમચાવનારી ઘટના બની હતી. અહીં માત્ર 7 વર્ષની માસૂમ બાળકી એક સિંહણનો શિકાર બની હતી. ઘટના કઇક એવી હતી કે ગૂમ થયેલી બાળકીની ભાળ ન મળતા તેની શોધખોળ હાથ ધરાઈ હતી. જો કે બાળકી નહીં પણ તેના અવશેષો મળી આવ્યા હતા. તે સિંહણનો શિકાર બન્યાનું સામે આવ્યું હતું.

અમરેલીમાં 15 દિવસમાં સિંહણના માનવ હુમલાની આ બીજી ઘટના

અમરેલીમાં માત્ર 15 જ દિવસમાં હુમલાની આ બીજી ઘટના સામે આવી છે. થોડાં દિવસ પહેલાં જીકાદ્રી ગામે પણ આ જ રીતે હુમલાની ઘટના બની હતી અને એટલે જ બાળકીનો શિકાર થતાં જ ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.

આખી રાત જાગી વન વિભાગે સિંહણને પકડી

જો કે આખરે સિંહણે 7 વર્ષની બાળકીનો શિકાર કરતા માનવભક્ષીને પાંજરે પૂરતા એક્શનમાં આવેલા વન વિભાગને સફળતા મળી છે. આદમખોર સિંહણને કેદ કરવામાં આવી છે. આખી રાત વન વિભાગે મેગા ઑપરેશન’ હાથ ધર્યું હતુ. અધિકારીઓની વિવિધ ટીમે ભારે જહેમત બાદ સિંહણને કેદ કરી છે. માનવભક્ષી પાંજરે પૂરાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર