વડોદરાની કોયલી ઇન્ડિન ઓઇલ કોર્પોરેશન રિફાઇનરીમાં પ્રચંડ બ્લાસ્ટ , ધડાકા બાદ રિફાઇનરીમાં વિકરાળ આગ ભભુકી
- વડોદરાની કોયલી રિફાઇનરીમાં પ્રચંડ બ્લાસ્ટ IOCL રિફાઇનરીની સ્ટોરેજ ટેંકમાં પ્રચંડ ધડાકો
- ધડાકા બાદ રિફાઇનરીમાં વિકરાળ આગ ભભુકી કિલોમીટરો સુધીનો વિસ્તાર ધણધણી ઊઠ્યો
- આગ પર કાબુ મેળવવા વહીવટીતંત્ર કામે લાગ્યું
- આગને પગલે આસપાસની કંપનીઓમાં દહેશત
- કિલોમીટરો સુધી દેખાયાં ધુમાડાનાં ગોટેગોટા
- આગને બુઝાવવા 10 જેટલાં ફાયર ફાયટર કામે લાગ્યાં
- ભારત સરકારનું સાહસ છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન
વડોદરા નજીક આવેલા કોયલી સ્થિત ઇન્ડિન ઓઇલ કોર્પોરેશન લી.કંપનીમાં આજે બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ 1000 કીલો ગ્રામ ક્ષમતા ધરાવતી સ્ટોરેજ ટેન્કમાં અચાનક લાગી હોવાની ભયાનક ઘટના બની હતી. સ્ટોરેજ ટેન્ક ની બાજુમાં વેલ્ડિંગ કામ ચાલી રહ્યું હોય તેનો તણખો ઊડતા આગ લાગી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસના અનેક ગામોના મકાન ધ્રુજી ઉઠતા લોકો ઘરની બહાર આવી પહોંચ્યાં હતા. જો કે કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. જ્યારે ઘટના ને લઈ ને પૂર્વ વિપક્ષી નેતા અમી રાવત દ્વારા બ્લાસ્ટ ને લઈ ને ઉત્પન થયેલ ધુમાડો સ્વાસ્થ ને હાનિકર્તા હોઇ શકે ની આશંકા વ્યક્ત કરી તકેદારી નું સૂચન કર્યું હતું.
