વાયનાડ લોકસભા બેઠક પર પ્રિયંકા ગાંધીને જોરદાર લીડ , રેકોર્ડ બ્રેકિંગ જીત
વાયનાડ લોકસભા બેઠક પર પ્રિયંકા ગાંધીને જોરદાર લીડ : કેરળ બાયપોલ પરિણામો: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં રાહુલ ગાંધીનો 3.65 લાખ મત માર્જિનનો રેકોર્ડ તોડ્યો
તેની પ્રથમ ચૂંટણી સ્પર્ધામાં, પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં તેમના ભાઈ રાહુલ ગાંધીના 3.65 લાખ મત માર્જિનનો રેકોર્ડ તોડ્યો.
કેરળની વાયનાડ બેઠક પરથી કોંગ્રેસનાં સીનીયર નેતા પ્રિયંકા ગાંધીને પ્રારંભીક નોંધપાત્ર લીડ મળી છે. જયારે ઉતર પ્રદેશમાં 9 માંથી 6 બેઠકોમાં ભાજપે સરસાઈ છે. મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણી સામે દેશમાં બે લોકસભા તથા 13 રાજયોની 46 ધારાસભા બેઠકો પર પણ પેટાચૂંટણી યોજવામાં આવી હતી.
પ્રિયંકા ગાંધીને 5.57 લાખ મત મળ્યા છે. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના સત્યન મોકેરી 1.89 લાખથી વધુ મતો સાથે પાછળ છે, જ્યારે ભાજપના નવ્યા હરિદાસ 1.02 લાખ મતો સાથે ત્રીજા સ્થાને છે.
તેમાં કેરળનાં વાયનાડની રાહુલ ગાંધીએ ખાલી કરેલી લોકસભા બેઠકનો પણ સમાવેશ થાય છે. પ્રારંભીક ટ્રેન્ડ પ્રમાણે વાયનાડ બેઠક પર પ્રિયંકા ગાંધીને નોંધપાત્ર સરસાઈ હતી અને જીતના માર્ગે આગળ હતા.
ભાજપ નવ્યા હરિદાસને હરાવીને પ્રિયંકાની જીત
ભાજપે પ્રિયંકાની સામે નવ્યા હરિદાસને ટિકિટ આપી હતી. તેઓ ભાજપ મહિલા મોરચાના પ્રદેશ મહાસચિવ છે. તેમજ કોઝિકોડ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બે વખત કાઉન્સિલર અને બીજેપી કાઉન્સિલર પાર્ટીના નેતા પણ રહ્યા છે. તેમણે 2021ની વિધાનસભા ચૂંટણીમાં કોઝિકોડ દક્ષિણ બેઠક પરથી પણ ચૂંટણી લડી હતી, જો કે તે હારી ગયા હતા.
આ વખતે વાયનાડમાં લગભગ 65 ટકા મતદાન થયું છે. એપ્રિલમાં જ્યારે રાહુલ ગાંધી અહીંથી ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે 74 ટકા મતદાન થયું હતું. તે જ સમયે, 2019 લોકસભા ચૂંટણીમાં, અહીં 80 ટકાથી વધુ મતદાન થયું હતું.
