સુરેન્દ્રનગરની ઓમ શાંતિ વિદ્યાલયની પાંચ શાળાના ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ બચાવો-પાણી બચાવોના સંદેશ સાથેની સાઇકલ યાત્રા યોજાઈ
સુરેન્દ્રનગર જિલ્લાની ઓમ શાંતિ વિદ્યાલયની પાંચ શાળાના 300 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ બચાવો, પાણી બચાવો, વૃક્ષ બચાવો અને સ્વચ્છતા અભિયાનના સંદેશ સાથેની સાઇકલ યાત્રા યોજાઈ હતી.
વધુમાં આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા લોકોને પાણીના કુંડા અને માળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લામાં ઓમ શાંતિ વિદ્યાલય માલવણ, રાજચરાડી રાજ સીતાપુર તથા લખતર મુકામે યુવા ગ્રીન ફાઉન્ડેશન અંતર્ગત ચાલતી પર્યાવરણ બચાવો પાણી બચાવો વૃક્ષ બચાવો અને સ્વચ્છતા અભિયાનના સંદેશ સાથેની સાઇકલ યાત્રા જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.
જેમાં આ તમામ શાળાના બાળકો, સ્ટાફ મિત્રો અને આચાર્ય સાથે રહી અને આ પ્રવૃત્તિ સરસ રીતે આયોજન કર્યુ હતું.
શાળાના તમામ બાળકોને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવાય એવો સંદેશ આપવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર સ્ટેશન રોડ પર આવેલી શ્રી ઓમ શાંતિ વિદ્યાલય સંચાલિત બ્રીલિયંટ સ્કૂલ દ્વારા યુવા ગ્રીન ફાઉન્ડેશન અંતર્ગત શાળાના સંચાલક સી.એમ.પટેલના માર્ગદર્શન હેઠળ સાયકલ રેલીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ઇન્ચાર્જ તરીકે શાળાના મીતરાજસિંહ ઝાલા સાથે શાળાના સ્ટાફ તથા શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ બચાવો, પાણી બચાવો અને અન્ન બચાવો અને પક્ષી બચાવોનો હતો.
આ સાયકલ રેલીમા વિદ્યાર્થીઓ દ્વારા ગામલોકોને જાગૃત કરવા માટેના સૂત્રોચાર કરવામા આવ્યા હતા.
જેથી આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ જળવાય અને તેઓને પ્રકૃતિનું રક્ષણ અને જતન કરે તેના માટે વિદ્યાર્થીઓમાં જાગૃતતા અને ગામ લોકોમાં જાગૃતતા લાવવા માટે રેલી યોજવામાં આવી હતી.
આ સાયકલ યાત્રા લખતર શહેરની મુખ્ય બજાર, ખારીયા શેરી, વડવાળા શેરી, હવેલી ચોક, બસ સ્ટેન્ડ તેમજ આદલસર ગામથી બાપુરાજની ડેરી ખાતે પહોંચી હતી અને શહેરના વિવિધ વિસ્તારોમાં જઈ પર્યાવરણ જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.
બાપુરાજની ડેરી સહિત અમુક સ્થળ ઉપર વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન પણ કરવામાં આવ્યું હતું. તથા પક્ષીઓ માટે માળા પણ મુકવામાં આવ્યા હતા.
પાણીના કુંડા તથા માળાનું વિતરણ પણ કરાયું
ઓમ શાંતિ વિદ્યાલયની પાંચેય શાખા પર વર્ષ દરમિયાન ગમે ત્યારે ગમે એ વ્યક્તિને પક્ષીઓ માટે પાણીના કુંડાની જરૂર હોય તો વિનામૂલ્યે આપવામાં આવે છે.
આજે પણ આ પ્રસંગે પક્ષીઓ માટેના પાણીના કુંડા તથા માળાનું વિતરણ પણ કરવામાં આવ્યુ હતુ.
