બજાણા પોલીસ મથકે ૪ શખ્સે આધેડનું અપહરણ કરી રૂપિયા પડાવ્યા
આધેડનું અપહરણ કરી 25 લાખ રૂપિયા માંગી માર માર્યો હોવાનો ગુનો નોંધાયો
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસનું વજૂદ હવે નહિ હોવાના બરાબર સામે આવી રહ્યું છે કારણ કે છેલ્લા એકાદ મહિનાથી જિલ્લામાં તમામ ગંભીર ગુન્હાઓ બનવા પામી રહ્યા છે ત્યારે આ સુરેન્દ્રનગર જિલ્લાને વધુ બદનામ કરતો અપહરણનો કિસ્સો બજાણા પોલીસ મથક ખાતે બનવા પામ્યો છે.
જેમાં પાટડી તાલુકાના રામગ્રી ગને રહેતા જયંતીભાઈ કલ્યાણભાઈ પટેલ 23 નવેમ્બરના રોજ ધ્રાંગધ્રા ખાતેથી પોતાના કામ અર્થે જઈ ગાડી લઈને પરત ફરતા હોય તેવા સમયે કચોલિયાથી કામલપર ગામના મારગે અચાનક બે બાઇક કારને ઊભી રખાવી અંદર બે શખ્સો બળજબરીથી ઘુસી જઈ કાર કચોલિય ગામના વાડી વિસ્તાર તરફ લઈ જઈ પાછળ ભાણજીખાન ઉર્ફે ભનીયો મુરીદખાન મલેક ત્યાં આવી તમામ ઈસમો માર મારવા લાગેલ અને રૂપિયા 25 લાખની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જેથી ડરી ગયેલા જયંતીભાઈ પટેલ દ્વારા પોતાના બે મિત્રોને રૂપિયાની સગવડ બાબતે ફોન કરવા છતાં રૂપિયાની સગવડ નહિ થતા જયંતીભાઈ પટેલને પોતાના ઘરે કાર લઈને મોકલી સાથે બે ઇસમોને મોકલી ઘરમાં પડેલા 2.50 લાખ રૂપિયાનો થેલો સાથે આવેલા ઉષમ દ્વારા પડાવી લઇ ફરીથી વાડી વિસ્તારમાં લઇ જઇ વધુ રૂપિયા ટૂંક સમયમાં નહિ આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી છોડી મૂક્યા હતા જ્યારે આ સમગ્ર બનાવ બાબતે જયંતીભાઈ દ્વારા પોતાના દીકરા અને ભત્રીજાને કરતા પરિવાર સાથે બજાણા પોલીસ સ્ટેશન ખાતે ભાણજીખાન ઉર્ફે ભનિયો મુરીડખાં મલેક તથા અન્ય ત્રણ અજાણ્યા ઇસમો વિરૂદ્ધ અપહરણ સહિતનો ગુન્હો નિંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.