ઝીંઝુવાડા પરીક્ષા આપી વિરમગામ તરફ જતી કોલેજીયન યુવતીનું પાટડી-જરવલા રોડ પર અકસ્માતમાં મોત
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામા અકસ્માતની ઘટનામા દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે ફરી એક વખત અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે.
જેમાં મળતી માહિતી મુજબ ઝિંઝુવાડા કોલેજમાં પરિક્ષા આપી પોતાના મિત્રને વિરમગામ બાઈક પર લઈ જઈ રહ્યો હતો.
તે દરમિયાન પાટડી વિરમગામ રોડ પર જરવલા ગામ પાસે કેનાલ નજીક ટ્રક ચાલકે ખોટી દિશામાં ટ્રક હંકારતા બાઈક ચાલક યુવાન ટ્રક પાછળ ધડાકાભેર અથડાતા બાઈક ચાલક સહિત અન્ય બે યુવતી રોડ પર ફંગોળાઈ હતી.
જેમાં એક યુવતી ટ્રકના પાછળના વ્હીલમાં આવી જતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતુ.
જ્યારે બાઈક ચાલક યુવક અને એક યુવતી ઈજાગ્રસ્ત થયા હતા.
અકસ્માત સર્જનાર ટ્રક ચાલક ઉભો રહેતા લોકોએ તેને ઝડપી લીધો હતો.
પાટડી પોલિસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ગોઝારા અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા.
ટ્રક ચાલક ઉભો રહેતા લોકો દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.
તેમ બાઈક ચાલકે ફરિયાદમા જણાવ્યું છે.