ધ્રાંગધ્રા મામલતદારે ગેરકાયદે માટી ચોરી કરતાં વાહનો ઝડપી લીધા
ડમ્પર તથા હિટાચી સહિત દસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો
ધ્રાંગધ્રા ખાતે રેલવે ટ્રકના કામ અર્થે કોન્ટ્રાકટર દ્વારા ખનિજ ચોરી થતી હોવાની માહિતીના આધારે ધ્રાંગધ્રા મામલતદાર ગોહિલ અને ટીમ દ્વારા તપાસ આદરી હતી .
જેમાં ધ્રાંગધ્રાના બલા હનુમાન મંદિર પાછળ સરકારી ખરબામાંથી ગેરકાયદેસર મતી ચોરી કરી રેલવેના કોન્ટ્રાકટ માં ઉપયોગ કરતા એક હિટાચી મશીન અને બે ડમ્ફરને ખનન કરતા સ્થળેથી જ જપ્ત કરાયા હતા.
આ તરફ મામલતદાર અને ટીમ દ્વારા વાહનો તથા ગેરકાયદેસર માટીના ખનન સહિત આશરે દશ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે ધ્રાંગધ્રા પંથકની આજુબાજુ ચાલતા રેલવે ટ્રેક માં મતી બુરાણના કોન્ટ્રાક્ટમાં આ ગેરકાયદેસર માટી નું ખોદકામ કરી તે માટીને ઉપયોગમાં લેવાતી હતી .
ત્યારે આ પ્રકારે મફતમાં ખનિજ ચોરી કરી લાખો રૂપિયા ગરકી જતા ખનિજ માફીયાઓ સામે ફરી એક વખત મામલતદાર દ્વારા તવાઈ બોલાવતા ફફડાટ ફેલાયો છે.