Search
Close this search box.

મારી દીકરીએ સાસરિયાના ત્રાસથી ગળેફાંસો ખાધો : પિતા

મારી દીકરીએ સાસરિયાના ત્રાસથી ગળેફાંસો ખાધો : પિતા

અમદાવાદમાં રહેતા પરીવારની દિકરીના લગ્ન 2 વર્ષ અગાઉ રતનપરના યુવક સાથે થયા હતા.

દિકરી નોકરી કરતી હોય અવારનવાર ઘરમાં ઝઘડા થતા હતા.

ત્યારે ગત તા. 22મીએ પરિણીતાએ તેના ઘરે ગળેફાંસો ખાઈને મોતને વહાલુ કરી લીધુ હતુ.

બનાવની મૃતકના પિતાએ સાસરી પક્ષના પ સભ્યો સામે જોરાવરનગર પોલીસ મથકે મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદમાં રહેતા હર્ષદભાઈ ચીનુભાઈ ચુડાસમાની દિકરી પ્રાચીબેનના લગ્ન મુળ લીંબડીના શીયાણીના અને હાલ રતનપરમાં રહેતા અલ્પેશ ભરતભાઈ જાદવ સાથે તા.28-11-2022ના રોજ થયા હતા.

લગ્ન સમયે પ્રાચીબેન અમદાવાદની એલ.જી.હોસ્પીટલમાં નર્સ તરીકે નોકરી કરતા હતા.

લગ્ન બાદ પણ તેઓએ નોકરી ચાલુ રાખી હતી.

નોકરીમાં વહેલુ મોડુ થતા ઘરના કામ બાબતે સાસરીયાઓ તેઓને પરેશાન કરતા હતા.

આથી પ્રાચીબેને નોકરી છોડી દીધી હતી.

જયારે એક-બે વાર તેઓ રીસામણે પણ ગયા હતા.

જેમાં સમજાવટ કરીને સાસરીયાઓ પરત લઈ આવતા હતા.

ગત તા. 22મીએ પ્રાચીબેને ગળેફાંસો ખાઈ મોતને વહાલુ કરી લીધુ હતુ.

જેમાં મૃતકના મૃતદેહને પીએમ માટે જોરાવરનગરની સવા હોસ્પીટલ લઈ જવાયો હતો.

બનાવમાં મૃતક પ્રાચીબેનના પિતા હર્ષદભાઈ ચુડાસમાએ પતિ અલ્પેશ, સસરા ભરત ભગવાનભાઈ જાદવ, સાસુ હસુબેન, દીયર ગૌરવ, નણંદ દિવ્યાબેન સામે જોરાવરનગર પોલીસ મથકે પ્રાચીબેનને મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાઈ છે.

બનાવની વધુ તપાસ પીએસઆઈ એમ.આર. ગોહીલ ચલાવી રહ્યા છે.

ભાઈના લગ્ન માટેની પૂરતી તૈયારીઓ કરી હતી

મૃતક પ્રાચીબેનના ભાઈ અનંતભાઈના આગામી 14-15 ફેબ્રુઆરીના રોજ લગ્ન છે.

ત્યારે લગ્ન પહેલા પ્રાચીબેને પોતાની સાડી, ચણીયાચોળી સહિતના કપડા એક બાજુ રાખ્યા હતા.

જયારે લગ્ન બાદ અનંતને ફરવા માટે મનાલીનું બુકીંગ કરાવી આપ્યુ હતુ.

ઉપરાંત ફોટોગ્રાફી અને વીડીયોગ્રાફી માટે પણ બુકીંગ કરી લીધુ હતુ.

લગ્નની તારીખે જ બેસણું આવતા પરિવારજનોનું હૈયાફાટ રુદન

મૃતક પ્રાચીબેનના રતનપરના અલ્પેશ જાદવ સાથે તા. 28-11-2022ના રોજ લગ્ન થયા હતા.

ત્યારે તેઓ લગ્નનો ર માસનો સમય પણ પુર્ણ કરી શકયા ન હતા અને તા. 22-11-2024ના રોજ તેઓનું અવસાન થયુ હતુ.

જયારે લગ્નની તારીખ 28-11ના રોજ જ તેઓનું બેસણુ આવતા પરીવારજનો હૈયાફાટ રૂદન કરતા હતા.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર