gujarat surendranagar group clash heavy fighting ensues in chuda man head split open
ચુડામાં તલવારના ઘા ઝીંકી થઈ ભારે મારામારી, શખ્સનું ફાટી ગ્યું માથું
સુરેન્દ્રનગર જિલ્લાના મોજીદડ ગામમાં જૂથ અથડામણમાં ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્થ થયા છે.
બે જૂથ વચ્ચે કોઈ બાબત ને લઈ અને તલવાર તેમજ લાકડી જેવા હથિયારો સાથે અથડામણ થઈ હતી.
જૂથ અથડામણમાં ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
જ્યારે જૂથ અથડામણની જાણ થતા જ ચૂડા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને બધુ તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે અગાઉ પ્રેમપ્રકરણનો મામલો હતો તે બાબતનું દુઃખ રાખીને આ મારામારી સર્જાઈ હતી.
આ મારા મારીના કેસમાં ત્રણ શખ્સો ઈજાગ્રસ્ત થયા છે.. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને વધુ તપાસ શરૂ કરી દીધી છે.