Search
Close this search box.

રકતદાન કેમ્પનું આયોજન : સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય આગેવાનની વાર્ષિક તિથિએ રેકોર્ડ બ્રેક ૩૧૫ બોટલ રક્તદાન

Record Breaking 315 Bottles Of Blood_Donation_On_The_Annual_Tithi_Of_Kshatriya_Leader

રકતદાન કેમ્પનું આયોજન : સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય આગેવાનની વાર્ષિક તિથિએ રેકોર્ડ બ્રેક ૩૧૫ બોટલ રક્તદાન

સુરેન્દ્રનગરથી રાજસ્થાન પરત ફરતા અકસ્માતે પૃથ્વીરાજસિંહનું અવસાન થયું હતું

જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા સ્વ.પૃથ્વીરાજસિંહ પરમાર (ગોદાવરી)ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે દરબાર બોર્ડિંગ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગરના ઇતિહાસમાં સૌથી વધુ 315 બોટલ રકતનું દાન કરાયું હતું. આ રકત દરેક સમાજના લોકો માટે ઉપયોગી થશે.

મૂળી તાલુકાના ગોદાવરી ગામના વતની સ્વ. પૃથ્વીરાજસિંહ ક્ષત્રિય સમાજને સાથે અન્ય સમાજના લોકો સાથે પારિવારિક સબંધ ધરાવતા હતા. તેઓ રાજપૂત કરણી સેનામાં પ્રદેશ કક્ષાના હોદ્દા ઉપર રહીને વર્ષોથી સેવા આપતા હતા. રાજસ્થાનમાં કરણી માતાના મંદિરે ચાલીને આવતા પદયાત્રીઓને માટે સુરેન્દ્રનગરથી રાજસ્થાન સેવા કેમ્પ કરવા માટે ગયા હતા. જ્યાંથી પરત ફરતા અકસ્માતે તેમનું અવસાન થયું હતું. એક સાચા સેવકને સેવાના કાર્યથી શ્રધ્ધાંજલિ આપવા કરણી સેના સુરેન્દ્રનગરએ દ્વારા બુધવારના દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં ગામડે ગામડેથી ક્ષત્રિય સમાજના આગેવાનોની સાથે અન્ય સમાજના લોકો પણ રકતદાન કરવા માટે આવ્યા હતા.

સવારથી સાંજ સુધી ચાલેલા આ કેમ્પમાં કુલ 315 બોટલ રકતનું દાન કરાયું હતું. આ કાર્યક્રમમાં કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ વિરભદ્રસિંહ જાડેજા, ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ ડો.રૂદ્રદત્તસિંહ ઝાલા, મૂળી ચોવીસીના પ્રમુખ અશોકસિંહ (બકાલાલ) પરમાર, મયુરસિંહ પરમાર, મહાવિરસિંહ ઝાલા, વિશુભાલ ઝાલા,દિલુભા પરમાર તથા સ્વ. પૃથ્વીરાજસિંહ પરિવારના અનુભા પરમાર સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર