Waiting For Number For Aadhaar Card Limbadi and Dhrangadhra
આધારકાર્ડ માટે નંબર આવવાની રાહ : લીંબડી અને ધ્રાંગધ્રામાં આધાર કાર્ડ સુધારા માટે ઠંડીમાં વહેલી સવારથી બાળકો સહિત લોકોએ ચપ્પલની લાઇન લગાવી
લીંબડી અને ધ્રાંગધ્રામાં આધાર કાર્ડ સુધારા માટે ઠંડીમાં વહેલી સવારથી બાળકો સહિત લોકોએ ચપ્પલની લાઇન લગાવી
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને ધ્રાંગધ્રા શહેરમાં આધાર કાર્ડ સુધારા માટે ઠંડીમાં આખી રાત બાળકો સહીત લોકોની લાંબી કતારો લાગે છે. અને લોકો આધાર કાર્ડ માટે રાત્રે જ પગરખા મૂકીને નંબર લગાવી દે છે. જેમાં લીબડી અને ધ્રાંગધ્રામાં લોકોને આધાર કાર્ડ કઢાવવા માટે ભારે મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલા પોસ્ટ ઓફિસ ઉપર વહેલી સવારે ચાર વાગ્યાથી આધારકાર્ડ કઢાવવાની લાઈનો લાગી જાય છે. જ્યારે આધારકાર્ડના 30 જ કુપન આપતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને એમાંય લીંબડીમા એક જ સેન્ટર હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એમાંય 30માંથી 25 જેટલા લોકોને મળી રહી છે કુપન તેવો લોકોનો આક્ષેપ છે. લોકો બે ત્રણ દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે. એમાંય લીબડીમાં લોકોને આધાર કાર્ડ કઢાવવા માટે ભારે મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે.જ્યારે શિયાળામાં કડકડતી ઠંડીમાં લોકોને રોડ ઉપર પણ બાર ઊભા રહેવું પડે છે, જ્યારે પીવાનાં પાણીની પણ કોઈ વ્યવસ્થા હોતી નથી.
ધ્રાગધ્રા શહેરમા પાંચ આધાર કાર્ડ કાઢવા માટેના કેન્દ્રો છે. પરંતુ હાલ પોસ્ટ ઓફિસમાં જ આધારકાર્ડની કામગીરી લઈને ગ્રામ્ય વિસ્તારના નાના ભૂલકાઓ અને લોકો રોજ વહેલી સવારે ચપ્પલની લાઇન લગાવી આધારકાર્ડ માટે નંબર આવવાની રાહ જોતા હોઇ છે. હાલ સમગ્ર ગુજરાતમાં શાળા કોલેજમાં શિષ્યવૃતિ માટે આધારકાર્ડ લીંક હોવુ જરૂરી છે. તેમજ રાશન મેળવવામાં પણ આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરવો ફરજીયાત છે. તેમજ વૃધ્ધ પેન્શન, ગંગા સ્વરૂપા પેન્શન, વિકલાંગ પેન્શન તેમજ દરેક સરકારી કામ માટે આધારકાર્ડ ફરજીયાત હોય છે. ત્યારે ધ્રાગધ્રા શહેરની અંદાજે એક લાખથી વધુની વસ્તી સામે શહેરભરમાં ફક્ત પાંચ આધાર કેન્દ્ર છે. પરંતુ આ પાંચ આધારકાર્ડ કેન્દ્રમાં ફક્ત શહેરની પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડની કામગીરી ચાલુ છે. જેથી ત્યા આધારકાર્ડની કામગીરી માટે આવતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. લોકો આધારકાર્ડ કામગીરી માટે નાના બાળકોને સાથે લઈને વહેલી સવારથી ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોઇ છે. લોકો સવારે 5 વાગ્યાથી ચપ્પલની લાઇન લગાવીને આધારકાર્ડ માટે વારો આવે તેની રાહ જોતા હોઇ છે.
હાલ શાળા કોલેજમાં શિષ્યવૃતિ માટે આધારકાર્ડ માગતા હોય છે. તેમજ કોઇ અરજદારને નામ સુધારવુ, મોબાઇલ નંબર લીંક કરવો કે સરનામુ ફેરવવુ આ બધા જ કામ માટે રોજ અરજદારો વહેલી સવારથી લાઇનો લગાવી અને પોતાનો નંબર આવે તેની રાહ જોતા હોય છે. પરંતુ ધ્રાગધ્રા શહેરમાં પાંચ આધાર કેન્દ્રમાંથી ફક્ત પોસ્ટ ઓફિસમાં કામગીરી કરવામાં આવે છે. જેથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તેમજ પોસ્ટ ઓફિસમાં રોજ ફક્ત 30 લોકોને જ ટોકન આપવામાં આવે છે. જેથી લોકો વહેલી સવારે 5 વાગ્યાથી આવી અને ચપ્પલની લાઇન લગાવી અને બેસતા હોય છે. અને તેઓના આધારકાર્ડનો નંબર આવે તેની રાહ જોતા હોય છે.
ધ્રાગધ્રા શહેરના આજુબાજુના ગામડાઓના લોકો પણ તાલુકામા આધારકાર્ડ કામગીરી માટે આવતા હોય છે. જેથી ગ્રામ્ય વિસ્તારના લોકો પણ પરેશાની ભોગવી રહ્યા છે. લોકોને ટોકન આપ્યા બાદ ચાર પાંચ દિવસે નંબર આવતો હોય છે. જેથી ધ્રાગધ્રા શહેર અને આજુબાજુના લોકોએ ધ્રાગધ્રામાં વધુ આધારકાર્ડ કેન્દ્ર ચાલુ કરવા માંગ કરી છે. બાળકોને લઈ ને સવારથી આધારકાર્ડની લાઇનમાં બેસતા બાળકોનો અભ્યાસ પણ બગડી રહ્યો છે. જેથી તાત્કાલિક ધ્રાગધ્રામાં બંધ પડેલા આધારકાર્ડ કેન્દ્ર શરૂ કરી અને લોકોની હાલાકી દુર થાઇ તેવી લોકોની માંગ છે.
લીંબડી અને ધ્રાંગધ્રામાં આધાર કાર્ડ સુધારા માટે ઠંડીમાં વહેલી સવારથી બાળકો સહિત લોકોએ ચપ્પલની લાઇન લગાવી