મુસાફરો પરેશાન : ધ્રાંગધ્રાના ચુલી પાસે રાત્રે વંદે ભારત ટ્રેનને અકસ્માતે ગાય ભટકાતાં સામાન્ય નુકસાન
ટ્રેન હળવદ સ્ટેશને 30 મિનિટ મોડી પહોંચી : મુસાફરો પરેશાન
ધ્રાંગધ્રાથી હળવદ જવા માટે રાત્રીના સમયે વંદે ભારત ટ્રેન રવાના થઈ હતી.
ત્યારે ધ્રાંગધ્રાના ચુલી ગામ પાસે ટ્રેનના એન્જીન સાથે ગાય ભટકાતાં ટ્રેનના આગળના પતરાંને નુકસાન થયું હતું.
તેને લઈને ટ્રેન 30 મિનિટ હળવદ રેલવે સ્ટેશન ખાતે મોડી પહોંચી હતી. જેથી મુસાફરો પરેશાન બન્યા હતા.
ત્યાંથી રાબેતા મુજબ રવાના થઈ હતી.
અમદાવાદ-ભુજ-અમદાવાદ વંદેભારત રેપીડ ટ્રેન શરૂ કરવામાં આવી છે.
લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. ગુરૂવારની રાત્રે ધ્રાંગધ્રાથી હળવદ જવા ટ્રેન રવાના થઈ હતી.
ત્યારે ચુલી ગામ પાસે રેલવેના પાટા પરથી ગાય પસાર થતાં ટ્રેન સાથે અકસ્માત સર્જાયો હતો.
ત્યારે ટ્રેનના એન્જીનના પતરાંને નુકસાન થયું હતું. એન્જીનને કોઈ નુકસાન ન થતાં ટ્રેન રવાના થઈ હતી.
અકસ્માતને લઈને ટ્રેન હળવદ રેલવે સ્ટેશન ખાતે 30 મિનિટ મોડી પહોંચી હતી.
ત્યાથી કચ્છ તરફ રાબેતા મુજબ રવાના થઈ હતી. અકસ્માતમાં નુકસાન ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.