સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડ્યાં : ચોટીલા પાસે બલદેવ હોટલના કમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂની ૩૫૩૬ બોટલો સાથે એક શખ્સને ઝડપી લીધો
ચોટીલા પાસે બલદેવ હોટલના કમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂની 3536 બોટલો સાથે એક શખ્સને ઝડપી લીધો
અમદાવાદ – રાજકોટ હાઇવે પર ચોટીલા પાસે આવેલી બલદેવ હોટલના કમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂની 3536 બોટલો ઝડપાઈ હતી.
પોલીસે દારૂનો જથ્થો મળી કુલ રૂ. 33.01 લાખના મુદામાલ સાથે એક આરોપીને ઝડપ્યો છે.
આ દરોડામાં ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વિદેશી દારૂની 3536 બોટલો, એક વાહન અને એક મોબાઈલ મળી કુલ રૂ. 33,01,561 મુદામાલ ઝબ્બે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના પીએસઆઇ એમ એચ શિનોલ સહીતની ટીમે ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન અગાઉથી મળેલી બાતમીના આધારે અમદાવાદ – રાજકોટ હાઇવે પર ચોટીલા પાસે આવેલી બલદેવ હોટલના કમ્પાઉન્ડમાં અચાનક દારૂ અંગેની રેડ કરી હતી.
આ દરોડામાં ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વિદેશી દારૂની 3536 બોટલો કિંમત રૂ. 22,36,561, એક વાહન કિંમત રૂ.10,00000, મોબાઈલ 1 કિંમત રૂ. 5,000 મળી કુલ મુદ્દામાલ રૂ. 33,01,561 સાથે અર્જુનદાસ આદુદાસ સદ (ટ્રકમા દારૂનો જથ્થો ભરી લાવનાર) રહે-સરવડી ગામ, તાલુકો- પાંચ પાદરા, જિલ્લો- બાલોત્રા, રાજસ્થાનને ઝબ્બે કરી વધુ કાર્યવાહી હાથ ઘરી હતી.
બાદમાં ચોટીલા પોલીસે પકડાયેલા આરોપી અર્જુનદાસ આદુદાસ સદ વિરુદ્ધ ચોટીલા પોલીસ મથકે દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી અન્ય વોન્ટેડ આરોપીઓ ચેનસિંહ શિવસિંહ રાજપૂત (દારૂનો જથ્થો મોકલનાર મુખ્ય આરોપી, રહે- સરોદી ગામ, તાલુકો- પચપાદરા, જીલ્લો-બાલોત્રા, રાજસ્થાન, ગણેશ બિસ્નોઈ (દારૂનો જથ્થો ભરી આપનાર) રહે-સાંચોર, રાજસ્થાન રાજકોટના જેતપુરમાં દારૂનો જથ્થો મંગાવનારા આરોપી સહીત ફરાર ત્રણેય આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. આ દરોડામાં ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઇ એમ.એચ.શિનોલ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.