wadhwan wife complaint of inlaws : marriage the wife filed complaint of mental physical torture by her in laws
વઢવાણ: પરિણીતાએ સાસરી પક્ષ દ્વારા માનસિક શારીરિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી
લગ્ન કરાવનાર સગા સહિત સાસરી પક્ષના કુલ 9 વિરૂદ્ધ ગુનો નોંધાયો
એક તરફ રાજ્યના મહિલા વિકાસ દ્વારા મહિલા પર થતાં અત્યાચાર અને ઘરેલુ હિંસા અટકે તેના માટેના કાર્યક્રમો યોજે છે ત્યારે બીજી તરફ વધતી જતા મહિલા સબંધિત ગુન્હાઓમાં ચિંતાપાત્ર વધારો થઈ રહ્યો છે. તેવામાં વઢવાણના કિર્તિકુંજ સોસાયટી ખાતે રહેતા નિશાબેનના લગ્ન વર્ષ 2020માં ગોધરા ખાતે પીન્ટુ ઉર્ફે વિવેકભાઈ ડગલી સાથે થયા હતા. જેમાં લગ્ન બાદ થોડા સમય સુધી બંને પતિ પત્ની વચ્ચે ખૂબ જ સારો વ્યવહાર ચાલતો હોય પરંતુ બાદમાં પરિવાર સાથે રહેતા નિશાબેનને સારીમાંથી વારંવાર ત્રાસ મળ્યો હતો જેમાં પરિણીતાના જમવાનું બનાવવા, કપડાં પહેરવા, ફરવા જવા સહિતની સામાન્ય બાબતોમાં સાસરી પક્ષ દ્વારા વારંવાર ટોકતા અને ઝગડો કરતા હતા સાથે જ પરિણીતા પોતાના પિયરમાંથી કરિયાવર નહિ લાવી હોવાના મહેણાંટોણાં મારતાં હતાં પરંતુ પરિણીતા નિશાબેન પોતાનું લગ્ન જીવન ચલાવવા માટે મૂંગા મેઢે સહન કરતા હતા તેવામાં પરિણીતાને કોરોના થવાના લીધે સાસરી પક્ષ દ્વારા સારવાર લેવા માટે લઇ જતા નહિ.
જ્યારે પરિણીતાના કાકાજી સસરા ગોધરા ખાતે રાજકીય વગ ધરાવતા હોય જેથી પરિણીતા પર ગોધરા પોલીસ સ્ટેશન ખાતે ખોટી રીતે ગુન્હો નોંધાવી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશરો લેવો પડ્યો હતો જે બાદ પોતે પોતાના પિયરમાં આવી લગ્ન સમયે વચ્ચે રહેલા રમણીકભાઇ ડગલીને સમગ્ર હકીકત જણાવેલ તો તેઓ દ્વારા પર જેમ તેમ પરિણીતાને હડધૂત કરી હતી. વધુમાં પરિણીતા નિશાબેન દ્વારા જણાવેલ કે રમણીકભાઇ ડગલી હાલમાં પણ ઓટે જ્યારે જૈન મંદિર ખાતે જતા હોય ત્યારે વારંવાર મંદિરની બહાર કાઢવા જેવો માનસિક ત્રાસ આપતા હોય જે અંગે પરિણીતા દ્વારા પોતાને માનસિક અને શારીરિક ત્રાસ આપવા બદલ પતિ પીન્ટુ ઉર્ફે વિવેક હિતેશભાઈ ડગલી, સસરા હિતેશભાઈ ચંદુભાઈ ડગલી, સાસુ શર્મિષ્ઠાબેન હિતેશભાઈ ડગલી, દિયર જયભાઈ હિતેશભાઈ ડગલી, દેરાણી દીપાબેન જયભાઈ ડગલી, કાકાજી સસરા જીતેન્દ્રભાઈ ચંદુભાઈ ડગલી, કાકાજી સસરા રાજુભાઈ ચીમનભાઈ ડગલી ભાવેશ ચંદુભાઈ ડગલી તથા મોટા બાપુજી રમણીકભાઇ ડગલી વિરૂદ્ધ મહિલા પોલીસ મથક ખાતે ગુન્હો નોંધાવતા મહિલા પીઆઇ કે.બી.વિહોલ ચલાવી રહ્યા છે.
