સામૂહિક દુષ્કર્મના મુખ્ય આરોપીના ગેરકાયદેસર ફાર્મ હાઉસ પર ગુજરાત સરકારનું બુલડોઝર ફર્યું

સામૂહિક દુષ્કર્મના મુખ્ય આરોપીના ગેરકાયદેસર ફાર્મ હાઉસ પર ગુજરાત સરકારનું બુલડોઝર ફર્યું.

જામનગરના ચકચારી ગેંગરેપના મુખ્ય આરોપી દ્વારા મોટા થાવરીયા ગામમાં ખડકી દેવાયેલા ગેરકાયદે ફાર્મ હાઉસ પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું હતું.
જિલ્લા પોલીસવડા ખુદ ડિમોલેશન સમયે મોટા થાવરીયા ગામના સ્થળે વિશાળ પોલીસ કાફલા સાથે હાજર રહ્યા હતા.

જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં તાજેતરમાં ગેંગરેપ નો એક ગુનો નોધવામાં આવ્યો હતો. જે કેસના મુખ્ય સૂત્રધાર એવા આરોપી હુસેન ગુલમામદ શેખ સામે ડ્રગ્સ હથિયાર અને જમીન દબાણ સહિતના સાત જેટલા ગુના નોંધાયેલા છે.

જે પૈકીના જમીન દબાણના કેસમાં મોટા થાવરીયા ગામમાં ગેરકાયદે રીતે ખડકી દેવાયેલા ફાર્મહાઉસ પર આજે તંત્ર એ બુલડોઝર ફેરવી દીધું હતું.

આ વેળાએ ખુદ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ વિશાળ પોલીસ કાફલા સાથે હાજર રહ્યા હતા અને ગેરકાયદે ફાર્મ હાઉસ વાળી મોટી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી.

જામનગર ગ્રામ્ય તાલુકાના પંચ એ. પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા થાવરીયા ગામે ગૌચર જમીનમાં હુશેનભાઈ ગુલમામદ શેખ કે જેણે ૧૧ વીઘા જમીનમાં હાઉસ તથા તાર ફેન્સિંગ કરી દબાણ ઉભું કર્યું હતું.

આ આરોપી સામે આજે વહીવટી તંત્ર દ્વારા આકરું પગલું ભરવામાં આવ્યું હતું, અને તેણે જે જગ્યામાં દબાણ કર્યું હતું. ત્યાં મોટા પાયે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી હતી, અને જગ્યા ખુલ્લી કરાવાઈ છે.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર