દસાડા પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી લીધો.
રાજ્યમાં ઉતરાયણ નજીક આવે તે પૂર્વે જ ચાઇનીઝ દોરી ની હેરાફેરી શરૂ ચૂકી છે.
જેને ધ્યાને લઇ હાલમાં જ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા માર્ગદર્શિકા પણ તૈયાર કરાઈ છે.
જેમાં સ્પષ્ટપણે ચાઇનીઝ દોરીનો વપરાશ તથા વેચાણ પણ પ્રતિબંધ લગાવાયો છે.
છતાં પણ કેટલાક લેભગુ વેપારીઓ વધુ રૂપિયા કમાવવાની લાલચમાં કોઈની જિંદગીની ચિંતા કર્યા વગર ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હોય છે.
તેવામાં દસાડા પોલીસ મથકના પી.એસ.આઇ સહિતની ટીમ દ્વારા ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવી વાહન ચેકીંગ કરતા હોય.
તેવા સમયે બાતમીના આધારે એક માલવાહક કાર રોકી તેમાં તપાસ કરતા અંદરથી 48 ટેલર ચાઇનીઝ દોરી કિંમત 48000/- રૂપિયા સાથે આદરિયાણા ગામના દશરથ વિરજીભાઈ રાવળને ઝડપી પાડી.
કુલ 1.98 લાખનો મુદ્દામાલ જપ્ત કરી શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
