મૂળી હાઈવે પરની હોટલમાંથી ૧૪ વર્ષીય બાળમજૂરને મુક્ત કરાયો
બાળકને બાળમજૂરી કરતા હોટલ સંચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં બાળમજૂરીની બદીને નાથવા જુદાજુદા વિભાગો દ્વારા સંયુક્ત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જે અન્વયે ચાઈલ્ડ હેલ્પ લાઈન દ્વારા મળેલ ફરિયાદના આધારે મુળી હાઈવે પર આવેલ મધુવન હોટલમાં બાળક પાસે બાળ મજૂરી કરાવતા હોવાની ફરિયાદ મળેલી હતી.
ફરિયાદના આધારે સ્થળ પર તપાસ કરતા 14 વર્ષીય બાળક મળી આવતાં તેનું રેસ્ક્યુ કરી જિલ્લાના સરકારી બાળ સંભાળ ગૃહમાં આશ્રિત કરવામાં આવ્યો હતો.
આ તરફ ટીમ દ્વારા બાળકના માતા પિતાનો સંપર્ક કરી બાળ કલ્યાણ સમિતિમાં નિયમોનુસાર રજુ કરી તેના પિતાને સોંપી પરિવારમાં પુન:સ્થાપન કરાવવામાં આવ્યું હતું.
ચાઈલ્ડ લેબર જિલ્લા ટાસ્ક ફોર્સ – સરકારી શ્રમ અધિકારી કે.એન.ચુડાસમા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એ.કે. મોટકા, હ્યુમન ટ્રાફિકિંગ (કઈઇ)ના ઋતુરાજસિંહ દ્વારા સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને બાળ મજૂરી અંગેની ફરિયાદ નોંધાવામાં આવી હતી.
