સાયલા હાઇવે પર ડમ્પરચાલકે પશુપાલક સહિત ૪૦ અબોલ પશુઓને કચડ્યા
જિલ્લામાં માતેલા સાંઢની માફક દોડતા ડમ્ફર હજુ કેટલા જીવ લેશે?
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ વાહન કરતા વાહનો બેફામ બન્યા છે .
જેને રોકવાની સામે આર.ટી.ઓ, પોલીસ અને ખનિજ વિભાગ પણ પાંગળું સાબિત થયું છે.
ત્યારે વારંવાર આ પ્રકારે ખનીજના વાહનો એક બાદ એક જીવ લેતા નજરે પડે છે .
પરંતુ સ્થાનિક તંત્રને પેટનું પાણીય હાલતું નથી .
તેવામાં ફરી એક વખત હાઇવે પર માતેલા સાંઢની માફક દોડતા ડમ્ફરે એક પશુપાલક અને 40 જેટલા અબોલ પશુઓને કચડયા છે.
જેમાં સાયલા – પાળીયાદ હાઇવે પર ગઈ કાલે બપોરના સમયે કચ્છના પશુપાલક સાજણભાઇ કરનભાઈ, બાબુભાઈ દેવાભાઇ અને ધનજીભાઈ કરમશિભાઇ પોતાના ગાડ બકરાને લઈને નિકળા હોય .
તેવા સમયે ફૂલ સ્પીડ આવતા ડમ્ફર ચાલકે પશુપાલક સહિત ઘેટાં બકરાને પણ અડફેટે લીધા હતા .
જેના 40 જેટલા ઘેટાં બકરાં ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજતાં હતા .
જ્યારે પશુપાલકોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડયા હતા.
આ તરફ ઘટનાની જન થતાં જ મામલતદાર, પોલીસ સહિતના અધિકારી દોડી ગયા હતા .
રાહદારીઓને પણ ટોળા હાઇવે પર એકત્ર થયા હતા .
ત્યારે વારંવાર આ પ્રકારની સ્થિતિ ઉદભવતા સ્થાનિકોમાં ડમ્ફર ચાલકોને છાવરવાના લીધે આ પ્રકારના બનાવોથી તંત્ર સામે પણ રોષ ભભૂક્યો છે.
