હળવદના ચાડધ્રા ગામે સ્વ.માધુભા ગઢવીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય લોકડાયરો

હળવદના ચાડધ્રા ગામે સ્વ.માધુભા ગઢવીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય લોકડાયરો

સ્વ. મધુભા ડુંગરસંગ ગઢવી સતત 20 વર્ષ સુધી બિનહરીફ સરપંચ રહ્યા

દેશ આઝાદ થયા પછી હળવદ તાલુકાના ચાડધ્રા ગામના તમામ સરપંચોના કાર્યકાળમાં આજેય ચાડધ્રા ગામ માઘુભા ગઢવીના નામથી ઓળખાય છે. માધુભા ગઢવી સતત ચાર ટર્મ એટલે કે 20 વર્ષ સુધી બિન હરીફ સરપંચ તરીકે રહ્યા હતા અને જ્યાં સુધી સરપંચ તરીકે પોતાનો કાર્યકાળ સંભાળ્યો ત્યાં સુધી ગામના કોઈપણ પ્રશ્નને પોતાનો અંગત માની તેને કાયમી ઉકેલ આવે તે માટેના હંમેશા પ્રયત્ન રહેતા હતા. સરપંચ તરીકેની રાજકીય ભૂમિકા છતાં આખાય ગામને પરિવાર તરીકે ગણી લોકોના હૃદયમાં સ્થાન મેળવી લીધું છે જોકે આજે આ દુનિયામાં માધુભા ગઢવી હયાત નથી પરંતુ આજેય હળવદનું ચાડધ્રા ગામ સ્વ.માધુભા ગઢવીના નામથી ઓળખાય છે ત્યારે ગત વર્ષમાં તેઓ દેવલોક પામ્યા છે જેને એક વર્ષ પૂર્ણ થતા સ્વ.માધુભા ગઢવીના દીકરા પી.એસ.આઇ જયરાજભાઈ ગઢવી અને પી.આઇ હિતેશભાઈ ગઢવી દ્વારા આગામી 14 ડિસેમ્બરના રોજ ભવ્ય લોકડાયરામાં આયોજન કરાયું છે.

આ તકે સ્વ. માધૂભા ગઢવીના સુપુત્ર અને હાલ સુરત ગ્રામ્ય પી.એસ.આઇ તરીકે ફરજ બજાવતા જયરાજભાઈ ગઢવી દ્વારા જણાવ્યું હતું કે ” તેઓના પિતા સ્વ. માધૂભા ગઢવીએ તેઓના જીવનમાં ખુબજ ઉદાર દિલી રાખી છે. રેલવેમાં પ્રોટેક્શન ફોર્સમાં ફરજ બજાવ્યા બાદ અંતના પાચ વર્ષનો કાર્યકાળ બાકી હોય તેવા સમયે પોતાના ગામ ચાડધ્રા માટે કઈક કરી છૂટવાની ભાવના માટે નોકરીમાંથી રાજીનામું આપી જાહેર જીવનમાં આવ્યા હતા. પ્રથમ વખત સરપંચની ચૂંટણીમાં બિન હરીફ થયા બાદ ગામની કાયાપલટ કરવા હંમેશા તત્પર રહેતા માધૂભા ગઢવી દ્વારા તે સમયે સૌ પ્રથમ પોતાનું ગામ સ્વચ્છ બનાવવા ભારતનું લગભગ પ્રથમ અભિયાન છેડ્યું હતું. જે બાદ ચાડધ્રા ગામને દેશનું સૌથી સ્વચ્છ ગામ તરીકે કેન્દ્ર સરકાર દ્વારા એવોર્ડ પણ એનાયત કરાયો હતો. આ સાથે પોતાના સરપંચ તરીકેના 20 વર્ષના કાર્યકાળમાં રોડ રસ્તા અને સ્વખર્ચે શિવાલય, વિહત માતાજીનું મંદિર તથા રામજી મંદિરનું નિર્માણ કરાયું હતું. રાજકીય જીવનની સાથે સ્વ.માધૂભા ગઢવી ઉદાર દિલ પણ હતા હિન્દુ શસ્ત્રોની માન્યતા મુજબ તેઓ દ્વારા તમામ મહત્વના દાન એટલે કે ગૌ દાન, ભૂમિ દાન, ક્ધયા દાન સહિતના દાનમાં પણ ઉદાર હાથે દાન કર્યું હતું. સ્વ.માધૂભા ગઢવીનું અંતિમ સ્વપ્ન પોતાના ગામ ચાડધ્રા ખાતે ભાગવત કથાનું આયોજન કરવા માટેનું હતું જેથી અંતિમ ક્ષણોમાં તેઓના હયાતીમાં મહાન કથાકાર જીગનેશ દાદાના કંઠે સતત નવ દિવસીય ભાગવત કથાનું આયોજન કર્યું હતું જે કથાના નવમા દિવસે પૂર્ણ થતાં જ પોતાનો દેહ છોડયો હતો.”

ત્યારે 14 ડિસેમ્બર 2023ના રોજ સ્વર્ગલોક પામેલા સ્વ.માધૂભા ગઢવીની પ્રથમ પુણ્યતિથિ નિમિતે તેઓના દીકરા જયરજભાઇ ગઢવી અને હિતેશભાઈ ગઢવી દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું છે જેમાં સાહિત્યકાર દેવાયત ખવડ, અનુભવ બાવળી, હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા, હકાભા ગઢવી, પ્રદીપભાઈ ગઢવી સહિતના ગુજરાતના નામાંકીત અને સુપ્રસિદ્ધ કલાકારો ઉપસ્થિત રહેશે ત્યારે ઉદારદિલી, ખેલદીલી અને દાનેશ્વરી તરીકે જાણીતા ચાડધ્રા ગામના પૂર્વ સરપંચ સ્વ. માધૂભા ગઢવીની પ્રથમ પુણ્યતિથિ નિમિતે તેઓના આત્માને શાંતિ આપે તેવી “ખાસ-ખબર” પરિવારની પ્રાર્થના છે.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર