એ હાલો તેલ લેવા… ધ્રાંગધ્રા હાઇવે પર તેલ ભરેલું ટેન્કર પલ્ટી થતાં સ્થાનિકોની પડાપડી
ગ્રામજનો તેલ લેવા માટે જે હાથમાં આવે તે વાસણ લઇ દોડી ગયા
કચ્છ – અમદાવાદ હાઇવે પર દરરોજ અનેક ટ્રકો માલ સામાનની હેરફેર કરે છે અને કેટલીય વખત અહી અકસ્માતો પણ સર્જાતા હોય છે .
ત્યારે ગઈ કાલે ધ્રાંગધ્રા હાઇવે પર આવેલા ચુલી ગામ નજીક કચ્છ તરફથી આવતા ટેન્કર ચાલકે કાબૂ ગુમાવતા ટેન્કર રોડની સાઈડમાં પલ્ટી થયું હતી .
જેના લીધે ટેન્કરોમાં રહેલું તેલ હાઇવે અને રોડની સાઈડમાં ઢોળાયું હતું આ તરફ ટેન્કરોમાંથી ઢોળાયેલા તેલને લૂંટવા આજુબાજુના ગ્રામજનો વાસણ લઈને દોડી ગયા હતા અને જેટલું તેલ લૂંટાય એટલું લૂંટી લીધું હતું.
જોકે સ્થાનિક પોલીસને આ ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી તેલ માટે પડાપડી કરતા સ્થાનિકોને ભગાડ્યા હતા .
જ્યારે ટેન્કર પલ્ટી થવાના બનાવમાં ચાલકને સામાન્ય ઈજા સિવાય સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.