પોલીસ અધિકારી-કર્મચારીઓનું સન્માન : સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ પોલીસ અધિકારી-કર્મચારીઓને ગુજરાત પોલીસ વડાના હસ્તે પ્રશંસાપત્ર આપી સન્માનિત કરાયા

સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ પોલીસ અધિકારી-કર્મચારીઓને ગુજરાત પોલીસ વડાના હસ્તે પ્રશંસાપત્ર આપી સન્માનિત કરાયા

પોલીસ અધિકારી-કર્મચારીઓનું સન્માન

સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસની સારી કામગીરી કરનારા અધિકારી કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા છે. રાજકોટ રેન્જ વડા અશોકકુમાર યાદવની સૂચના અને સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા ડૉ. ગિરીશ પંડ્યાના માર્ગદર્શન મુજબ સુરેન્દ્રનગર જિલ્લામા પોલીસની સારી કામગીરી કરનારા અધિકારી કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા છે.

જેમા થાનગઢ પી.એસ.આઇ એસ.ડી.પટેલ., સુરેન્દ્રનગર એમ.ઓ.જી.શાખાના એએસઆઇ જુવાનસિંહ મનુભા સોલંકી., સુરેન્દ્રનગર સીટી એ ડિવિજન પોલીસ સ્ટેશનના એએસઆઇ નારણભાઇ ધનરાજભાઇ બાટી, નાયબ પોલીસ અધિક્ષક ધ્રાંગધ્રા કચેરીના હેડ કોન્સ્ટેબલ શકિતસિંહ ઇન્દુભા ઝાલા, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ શીવમ વિનોદભાઇ રાણવાને ગુજરાત રાજ્યના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાયના વરદ હસ્તે પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવતા પોલીસ બેડામાં હર્ષની લાગણી ફેલાઇ હતી.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર