જુઓ , લખતરથી વઢવાણ સુધી પદયાત્રા યોજાઇ : વઢવાણ સ્વામિનારાયણ મંદિરના આચાર્ય મહારાજે પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું

જુઓ , લખતરથી વઢવાણ સુધી પદયાત્રા યોજાઇ: વઢવાણ સ્વામિનારાયણ મંદિર ના આચાર્ય મહારાજે પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પાતળીયા હનુમાનજી મંદિરથી વહેલી સવારે વઢવાણ સ્વામિનારાયણ મંદિર સુધી પદયાત્રા યોજાઈ હતી. જેમાં વઢવાણ સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવનું આયોજન કરવામા આવેલ. જે અંતર્ગત લખતર શહેરના પાતળીયા હનુમાનજી મંદિરથી વઢવાણ સ્વામીનારાયણ મંદિર સુધી સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઇ પટેલ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું.

જે પદયાત્રાનું આયોજન કરવામાં આવતા વઢવાણ સ્વામીનારાયણ મંદિરના આચાર્ય મહારાજ માધવેન્દ્રપ્રસાદજી મહારાજે પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પદયાત્રાના પ્રારંભ સમયે નાયબ મુખ્ય દંડક અને વઢવાણ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા વિશેષ ઉપસ્થિત રહયા હતા. જેમાં પદયાત્રા લખતર પાતળીયા હનુમાન મંદિરથી પ્રારંભ સાથે રામ મહેલ, સ્વામીનારાયણ મંદિર ખાતે પૂજા અર્ચના મહાઆરતી જેવા ધાર્મિક કાર્યક્રમ યોજી બહુચરેશ્વર મહાદેવ મંદિર ખાતે પુજા અર્ચના કરીને વઢવાણ તરફ પદયાત્રાએ પ્રયાણ કર્યું હતું.

લખતરથી વઢવાણ સ્વામિનારાયણ મંદિર સુધી પદયાત્રા યોજાતા લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, લખતર તાલુકા યુવા ભાજપ પ્રમુખ ધ્રુવરાજસિંહ રાણા, મહામંત્રી મહેશભાઈ મેણીયા સહિત મોટી સંખ્યામાં હરિભક્તો જોડાઈને પદયાત્રા દરમ્યાન ભજન કીર્તન ધૂનની રમઝટ બોલાવી હતી.જે પદયાત્રા વઢવાણ સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચતા આચાર્ય માધવેન્દ્રપ્રસાદજી દ્વારા ઉત્સાહ પૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર