‘મીસ બ્રાન્ડેડ ફૂડ’ : સુરેન્દ્રનગરમાં ખાદ્યચીજનું અયોગ્ય…
સુરેન્દ્રનગરમાં ખાદ્યચીજનું અયોગ્ય પેકેજીંગ, અપૂરતી માહિતી અને કંપનીનું નામ સહિતની બાબતોમાં યોગ્ય સ્ટાન્ડર્ડ ન જળવતા પેઢીના માલિક સામે દંડાત્મક કાર્યવાહી
‘મીસ બ્રાન્ડેડ ફૂડ’ : સુરેન્દ્રનગર જિલ્લાનાં શહેરી વિસ્તારમાં નવા જંકશન નજીક કાર્યરત ફ્રાઈમ્શ બનવાતી એક પેઢીમાં ફૂડ લેબલીંગ અને ડિસ્પ્લેના નિયમોનું ઉલ્લંઘન કરવાના કેસ બદલ એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર આર,કે,ઓઝા દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. ખોરાક અને ઔષધ નિયમનતંત્ર, સુરેન્દ્રનગર દ્વારા પેઢીમાંથી ફ્રાઈમ્શનાં નમુનાઓ વેચાણ તરીકે લઈ પૃથ્થકરણ અર્થે કુડ એનાલીસ્ટ, રીજનલ ફૂડ લેબોરેટરી, ભુજ -કચ્છને મોકલી આપવામાં આવ્યા હતા.
જેમાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ (લેબલીંગ એન્ડ ડિસ્પ્લે) રેગ્યુલેશન – 2020ના રેગ્યુલેશન નંબર : 5.2, 5.3, 5.7, 5.10(બ) મુજબ અનુક્રમે LIST OF INGREDIENTS, NUTRITIONAL INFORMATION, FSSAI LOGO AND LICENSE NUMBER તેમજ USE BY DATE/EXPIRY કંપની લેબલ ઉપર દર્શાવવું જરૂરી છે. જે સદર ખાદ્યચીજના કંપની લેબલ ઉપર દર્શાવેલું ન હતું. આથી ખાદ્યચીજ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એકટ-2006ની કલમ-3(1)(zf)(c)(i) અને કલમ 23 (1),(2) મુજબ “મીસ બ્રાન્ડેડ ફૂડ” જાહેર કરી વિક્રેતા સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એકટ-2006ની કલમ-52 (1) મુજબ “મીસ બ્રાન્ડેડ ફૂડ” માટે રૂ. 10 હજારનો દંડ કરવામાં આવ્યો હતો.
