ચોટીલાના નાની મોલડી ગામની સીમમાં દારૂના કટીંગ દરમિયાન પોલીસ ત્રાટકી
વિદેશી દારૂની 24060 નંગ બોટલ કિંમત 65.29 લાખ રૂપિયાનો જપ્ત કરાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાતે બે દિવસ પૂર્વે ગાંધીનગર એસ.એમ.સી દ્વારા દારૂના કટીંગ સમયે દરોડો કરતા સ્થાનિક પોલીસ સહિત જિલ્લાની મુખ્ય બ્રાન્ચ પર પણ અનેક સવાલો ઉઠ્યા હતા.
તેવામાં પોતાની આબરૂ બચાવવા ચોટીલા પોલીસ દ્વારા પણ ફપુરતા પ્રયત્નો કરી હાથ ધર્યા હતા.
જે દરમિયાન ગત રાત્રીના સમયે ચોટીલા તાલુકાના નાની મોલડી ગામથી જાનીવડલા ગામ તરફ જવાના કાચા માર્ગે વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની બાતમી મળતા જ સ્થાનિક પોલીસ દ્વારા દરોડો કર્યો હતો.
જે દરોડામાં પંજાબ પાર્સિંગની પીબી 05 એ પી 8049 નંબર વાળી ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો કટીંગ કરી અન્ય બોલેરો પિકઅપ જીજે 04 એ ટી 9834 નંબર વાળીમાં લઈ જવામાં આવતો હોવાથી વિદેશી દારૂની નાની મોટી બોટલ 24060 નંગ કિંમત 65,29,356/- રૂપિયા, ટ્રક કિંમત 20 લાખ રૂપિયા, બોલેરો કાર કિંમત 5 લાખ રૂપિયા તથા એક ઝડપાયેલ સગીર શખ્સ પાસેથી મોબાઇલ કિંમત 2500/- રૂપિયા એમ કુલ મળી 90,31,856/- રૂપિયાનો મુદામાલ જપ્ત કરી મુન્નાભાઈ અમકુભાઈ ખાચર રહે: ખાંભડા (બરવાળા), રણજીતભાઇ મુન્નાભાઈ સાથળીયા રહે: ખાંભડા (બરવાળા), કિશોર વિજયભાઈ સાથળીયા રહે: ખાંભડા(બરવાળા), વિશાલ કોળી રહે: ખાંભડા (બરવાળા), સુરેશભાઈ મારવાડી રહે: ખાંભડા(બરવાળા), પંજાબ પાર્સિંગ ટ્રકનો ચાલક, બોલેરો કારનો ચાલક, વિદેશી દારૂનો જથ્થો મોકલનાર શખ્સ, વિદેશી દારૂનો જથ્થો ઉતારવા આવનાર પાંચથી છ ઈસમો તથા એક સગીર ઇશમ સહિત કુલ દશ વિરુદ્ધ નાની મોલડી પોલીસ મથકે ગુન્હો નોંધી તમામ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.
