ધ્રાંગધ્રા સરકારી હૉસ્પિટલમાં તબીબોના અભાવે પ્રસૂતાની એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાઇ
ભગવાન સ્વરૂપ મનાતાં તબીબોનો કડવો અનુભવ થયો
ડોકટર ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે પરંતુ આ વાતને કેટલાક ખાવકણિયા તબીબો બિલકુલ ખોટી સાબિત કરે છે.
ખરેખર આજકાલના તબીબો કોઈ રાક્ષસથી કમ નથી અને દર્દી પાસેથી કઈ પ્રકારે રૂપિયા પડાવવા તેવા ધ્યેયથી જ દર્દીઓની સારવાર કરતા હોય છે.
ધ્રાંગધ્રા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક જાગૃત નાગરિકને આ પ્રકારે તબીબોનો કડવો અનુભવ થયો હતો .
જેમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ પટેલની વાડીએ કામ કરતા મજૂર મહિલાને 25 ડિસેમ્બરના રોજ રાત્રીના સમયે પ્રસૂતિની પીડા ઉપાડી હતી .
જેથી મજૂર મહિલાના પતિ દ્વારા મહિલાને 108ની મદદથી સરકારી હોસ્પિટલ લઈ આવ્યા હતા અને પોતાના શેઠ એટલે કે પ્રકાશભાઇને જાણ કરી હતી .
સરકારી હોસ્પિટલ ખાતે ગાયનેક તબીબ હાજર નહિ હોવાથી કોઈપણ જાતની તપાસ કર્યા વગર જ નર્સ દ્વારા કેશ ક્રિટિકલ હોવાનું જણાવી અન્ય ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવા જણાવ્યું હતું.
જેથી પ્રસૂતાને તાત્કાલિક અન્ય સંસ્થાકીય હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
ત્યાં મહિલાને સર્જરી કરી બાળકોને જન્મ આપવાની સલાહ આપતા મહિલાને સુરેન્દ્રનગર ખાતે ખસેડવા માટે નિર્ણય કરાયો હતો.
જેથી પ્રસૂતા મહિલાને એમ્બ્યુલન્સની મદદથી સુરેન્દ્રનગર લઈ જવા રવાના કરાયા હતા.
જ્યારે આ સંસ્થાકીય હોસ્પિટલથી માત્ર બે કિમી દૂર મહિલાને એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડિલિવરી થઈ હતી.
જેથી સ્પષ્ટ રીતે સરકારી હોસ્પિટલના તબીબે જે પ્રકારે પ્રસૂતા મહિલાના આખાય કેસને ક્રિટીકલ દર્શાવવા પ્રયત્ન કર્યા હતા.
ખરેખર આ પ્રકારની સ્થિતિ જોઈ જાણીને નિર્માણ કરવામાં આવી હોવાનું જાગૃત નાગરિક પ્રકાશભાઈ પટેલ દ્વારા જણાવ્યું છે.
ત્યારે આ તો માત્ર એક ઘટના સામે આવી હતી.
પરંતુ આ પ્રકારની અનેક ઘટનાઓ બનતી હશે, જેમાં જરૂરિયાત વગર પ્રસૂતાને સર્જરી કરી અથવા તો ખાનગી હોસ્પિટલના તબીબોને આર્થિક ફાયદા માટે સરકારી હોસ્પિટલ દ્વારા યુક્તિ અપનાવતા હશે.
તેવામાં આ પ્રકારના કિસ્સાને લઈને સ્થાનિકોમાં સરકારી હોસ્પિટલના તબીબો સામે રોષ ભભૂક્યો છે.
